સ્પાની આડમાં વિદેશી યુવતીઓને બોલાવી દેહવ્યાપારનો ધંધો ચલાવતા મેનેજરની ધરપકડ, માલિક વોન્ટેડ જાહેર

AHTUની ટીમે જેતલપુર રોડ પર Davinci Saloon & Spaમાં દરોડો પાડ્યો

MailVadodara.com - Manager-arrested-for-running-prostitution-business-by-inviting-foreign-girls-under-the-guise-of-spa-owner-declared-wanted

- એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે સ્પામાં બે ડમી ગ્રાહક મોકલ્યા હતા, જેનો કોલ અાવતા જ આખી ટીમ સ્પામાં ત્રાટકી હતી

- થાઇલેન્ડની બંને યુવતીઓને પોલીસે મુક્ત કરી, માલિકની શોધખોળ શરૂ


વડોદરા શહેરમાં સ્પાની આડમાં વિદેશી યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વેપારનો ધંધો ચલાવવાના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે બે ડમી ગ્રાહકને મોકલ્યાં હતાં. જેનો કોલ આવતાની સાથે જ આખી ટીમ સ્પામાં ત્રાટકી હતી. જેમાં પોલીસે સ્પાના મેનેજરની ધરપકડ કરી છે, જ્યારે માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે. આ સાથે બે થાઇલેન્ડની યુવતીને મુક્ત કરાવી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે, વડોદરા શહેરના જેતલપુર રોડ પર ચીકુવાડી ખાતે ગીતાંજલિ સોસાયટીમાં આવેલા અમીઝારા એપાર્ટમેન્ટ સ્થિત Davinci saloon and spa ચાલે છે. તેનો માલિક પોતાના આર્થિક ફાયદા માટે રાજ્ય બહારની તેમજ વિદેશી જરૂરીયાતમંદ યુવતીઓને બોલાવી સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવેપારનો ધંધો કરાવે છે. તેમાં ગ્રાહકો પાસે સ્પાની એન્ટ્રી પેટે રૂપિયા 1000થી 1500 જેટલા રૂપિયા લે છે અને ત્યારબાદ ઇચ્છુક પુરૂષો સાથે યુવતી દીઢ રૂપિયા 3000થી 4000નો ભાવ લઇ સ્પામાં દેહવ્યપારનો ધંધો કરે છે. આ માહિતી મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે સ્પામાં બે ગ્રાહકને મોકલ્યા હતા અને ટ્રેપ ગોઠવી હતી અને પોલીસની ટીમે બહાર વોચ ગોઠવી હતી. ત્યારબાદ ગ્રાહકોએ કોલ કરતા જ વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સ્થળ પર જઈને રેડ કરી હતી. આ સમયે સ્થળ પરથી બે વિદેશી (થાઇલેન્ડ) યુવતી મળી આવી હતી અને તેઓને ત્યાંથી મુક્ત કરાવી હતી.


આ જગ્યાએથી દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી સ્પા મેનેજર દેવેન્દ્ર વાળંદ (હાલ રહે. ચંદ્રવીલા ફ્લેટ, સુભાનપુરા, વડોદરા, મુળ રહે. ચંદકૃપા સોસાયટી, ઝાડેશ્વર રોડ, ભરૂચ) અને સ્પાના માલિક આરોપી જયદીપ પંડિત (રહે-ભાયલી) સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ધી ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્સન એકટ 1956ની કલમ 3, 4, 5, 6, 7 તથા બી.એન.એસ. કલમ-223 અને 54 મુજબની ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપી મેનેજર વાણંદની ધરપકડ કરી છે, જ્યારે સ્પામ માલિક જયદીપ પંડિતને વોન્ટેડ જાહેર કર્યો છે.


વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ ડો. બી. બી. પટેલે જણાવ્યું હતું કે, સ્પાની અંદર દેહ વેપાર ચલાવતા સ્પા માલિક અને મેનેજર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી મેનેજરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માલિકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વિદેશની બે યુવતીને પણ મુક્ત કરાવવામાં આવી છે. 

Share :

Leave a Comments