અલકાપુરી ગરનાળા પાસે યુવકને ચાકુના ઘા ઝીંકી શખ્સ ફરાર, ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલ ખસેડાયો

મહેશભાઇ પ્રજાપતિ કેટરિનનાે વ્યવસાય કરતા હોવાની માહિતી મળી

MailVadodara.com - Man-escaped-after-stabbing-a-youth-near-Alkapuri-Garnala-the-injured-was-shifted-to-Sayaji-Hospital

- અકોટા પોલીસે આસપાસના CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી


વડોદરાના અલકાપુરી ગરનાળા પાસે કેટરિનનું કામ કરતા યુવકને કેટલાક શખસો ચાકુના ઘા ઝીંકી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે અકોટા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.


વડોદરાના સયાજીબાગ શાસ્ત્રીબજાર ઝુંપડપટ્ટી વિસ્તારમાં આવેલા પતરાંની ચાલમાં રહેતા 40 વર્ષીય મહેશભાઈ શંકરભાઈ પ્રજાપતિ કેટરીનનો વ્યવસાય કરતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મહેશભાઇ પ્રજાપતિ આજે સવારે અલકાપુરી જતા હતાં તે દરમિયાન સોનું નામના શખસે અલકાપુરી ગરનાળા પાસે મહેશભાઇને ચપ્પુના ઘા મારતાં છાતી, કાન અને કપાળમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં યુવક અર્ધબેભાન અવસ્થામાં હોવાનું તબીબો પાસેથી જાણવા મળ્યું છે. આ અંગે અકોટા પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવમાં કોઈ અંગત અદાવતમાં હત્યાનો પ્રયાસ છે કે કોઇ બોલાચાલી બાદ ઉશ્કેરાઈ ચપ્પુ માર્યું છે. આ બનાવને લઈ યુવકને લોહીથી લથપથ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલ સારવાર ચાલી રહી છે.


આ અંગે અકોટા પોલીસ મથકના પીઆઇ વાય.જી. મકવાણાએ જણાવ્યું હતું કે, આ બનાવને લઇ હાલમાં પોલીસ તપાસ ચાલી રહી છે. યુવકને ચાકુના ઘા મારનાર શખસની શોધખોળ ચાલી રહી છે અને આ મામલે આસપાસના CCTV ફૂટેજ આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments