- સયાજીગંજ પોલીસે આઇડી આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી
સયાજીગંજ પોલીસ ટીમના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે, એક શખ્સ સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ ખાતે મુંબઈ સ્પાઇસ નામની ચાઈનીઝની લારી ઉપર હાલમાં ચાલી રહેલ આઈપીએલની રોયલ ચેલેન્જ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટની મેચ ઉપર મોબાઈલ ફોનમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમે છે.
જેના આધારે પોલીસે બાતમી મુજબના શખ્સને ઝડપી પૂછતાછ કરતા બિનની ખૂબચંદ્ર સ્નાયા (રહે-દર્શનમ સેન્ટ્રલ પાર્ક, સયાજીગંજ) હોવાનું બહાર આવ્યું હતું. આરોપીએ કબુલાત કરી હતી કે, એક ઈસમ મારફતે વેબસાઈટ થકી ૨૦ હજારની આઈડી મેળવી દાવ લગાવ્યો છે. પોલીસે મોબાઈલ ફોન તથા રોકડ સહિત ૩,૩૬૦નો મુદ્દામાલ કબજે લઈ આઈડી આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.