- પોલીસે ફરિયાદના આધારે રાકેશ રાજપુત વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતો યુવક ગાડી પર બેઠો હતો. તે દરમિયાન એ શખસ તેની પાસે આવ્યો હતો અને ઝઘડો માર માર્યા બાદ તેના પર હુમલો કર્યો હતો. ત્યારબાદ આ શખસે જાનથી મારી નાખવાની ધમકી આપતા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા જય અંબે ફળિયામાં રહેતા રાહુલભાઈ જયંતિભાઈ રાવળએ ફરીયાદ નોંધાવી છે કે, હું આઈસ્ક્રીમની દુકાનમાં નોકરી કરું છું. તા.31 માર્ચના રોજ જમી પરવારીને રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ ફળીયામાં ક્રીકેટ રમવા ગયા હતા અને મારો નાનો ભાઈ મિતેષભાઈ જયંતિભાઈ રાવળ ફળીયામાં પાછળ ગાડી ઉપર બેઠેલો હતો. ત્યારે અમારા ફળીયામાં રહેતો રાકેશ દિનેશ રાજપુત (રહે. મહાદેવ ચોક, ઝૂપડપટ્ટી, કિશનવાડી, વડોદરા) મારા ભાઈ પાસે આવ્યો હતો અને મારા ભાઇને તુ અહી કેમ બેસેલ છે તેમ કહી ગમે તેમ ગાળો બોલી નાના ભાઈને એક લાફો મોઢા ઉપર મારી દીધો હતો. જે હું જોઇ જતા હું ક્રિકેટ રમતો રમતો દોડીને મારા ભાઈ પાસે ગયો હતો.
તે વખત આ રાકેશભાઈ દિનેશભાઈ રાજપુત પાસે ચપ્પુ જેવુ હથીયાર હતુ. આ ચાકુથી મારા ભાઈ પર હુમલો કર્યો હતો. જેના કારણે મેં બૂમાબુમ કરવા લાગતા મારા ઘરેથી મારી માતા મીનાબેન તથા પિતા જયંતીભાઈએ દોડી આવી મને તથા મારા ભાઈને વધુ મારથી છોડાવ્યો હતો. ત્યાર બાદ આ રાકેશભાઈ દિનેશભાઈ રાજપુત મને ગમે તેમ ગંદી બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી પોલીસે યુવકની ફરિયાદના આધારે રાકેશ રાજપુત વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.