વડોદરા જિલ્લા પંચાયતના નવનિયુક્ત ડીડીઓ તરીકે મમતા હિરપરાએ આજથી ચાર્જ સંભાળ્યો

જિલ્લા પંચાયત ખાતે પૂર્વ ડીડીઓ ડો.રાજેન્દ્ર પટેલનો વિદાય સમારોહ યોજાયો

MailVadodara.com - Mamata-Hirpara-took-charge-as-the-newly-appointed-DDO-of-Vadodara-District-Panchayat-from-today


રાજ્ય સરકાર દ્વારા 109 આઈએએસની બદલી કરવામાં આવી હતી, જેમાં વડોદરાના ડીડીઓની પણ બદલી કરવામાં આવી હતી, ગુજરાત સરકારમાં હસ્તકલા વિભાગમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા મમતા હાર્દિક હિરપરાને વડોદરાના ડીડીઓ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.


રાજ્ય સરકાર દ્વારા ગત શનિવારે રાજ્યના 109 આઈએએસની બદલી કરવામાં આવી હતી, જેમાં વડોદરા શહેરના ડીડીઓ ડો. રાજેન્દ્ર પટેલની પણ બદલી કરવામાં આવી હતી, જેમના સ્થાને ગુજરાત સરકારમાં હસ્તકલા વિભાગમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા મમતાબેન હાર્દિકભાઇ હિરપરાને વડોદરાના ડીડીઓ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી તેઓ આજે પોતાના ચાર્જ લેવા વડોદરા ખાતે આવ્યા હતા અને આજે જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ તરીકે મમતાબેન હિરપરાએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.  સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં વડોદરા  જિલ્લા પંચાયતના વિકાસ  કામો  આગળ કઈ રીતે લઈ જવાય અને રાજ્ય સરકાર વડોદરા જિલ્લા પંચાયત આગળ કેવી રીતે આવી શકે તે માટેના પ્રયાસો રહેશે.


અત્રે ઉલ્લેખનીય છે, કે જુના ડીડીઓ ડો.રાજેન્દ્ર પટેલે અત્યાર સુધી વડોદરાના ડીડીઓ તરીકે ફરજ બજાવી હતી. તેમને જણાવ્યું હતું વડોદરાના જિલ્લાનો વિકાસ અમે ખૂબ જ આગળ લઈ ગયા છે, જે વડોદરા જિલ્લા પચાયત 22 માં ક્રમાંકે હતો, હવે અમે 5માં ક્રમાંકે લઈ આવ્યા છે, અને વડોદરા શહેરમાં મારો ખૂબ સારો અનુભવ રહ્યો છે.

Share :

Leave a Comments