38મી નેશનલ ગેમ્સ માટે વડોદરાથી મલખમ ટીમ ઉત્તરાખંડ રવાના થઇ, ગુજરાતની બે ટીમો રમશે

આખા ગુજરાતમાંથી માત્ર વડોદરાના ખેલાડીઓનું સિલેક્શન થયું

MailVadodara.com - Malkham-team-leaves-for-Uttarakhand-from-Vadodara-for-38th-National-Games-two-teams-from-Gujarat-will-play

- મહિલા અને પુરુષ એમ બે ટીમ સાથે ત્રણ કોચની ટીમ રવાના થઈ, ફરી એકવાર મેડલની આશા સાથે ખેલાડીઓ રવાના થયા


અગામી તારીખ 9થી 14 ફેબ્રુઆરી દરમિયાનમાં ઉત્તરાખંડના ખાટીમા ખાતે યોજાનાર 38મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના વિવિધ રાજ્યોની ટીમ ભાગ લેવાની છે. આજે ગુજરાતની મલખમ ટીમ ઉત્તરાખંડ ખાતે જવા વડોદરા રેલવે સ્ટેશનથી રવાના થઈ છે. ત્યારે ગુજરાતમાંથી માત્ર વડોદરાનાં ખેલાડીઓ સિલેક્ટ થયા છે, જેમાં મહિલા અને પુરુષ એમ બે ટીમ સાથે ત્રણ કોચની ટીમ રવાના થઈ છે.


આ 38મી નેશનલ ગેમ્સ જ્યારે ઉત્તરાખંડના ખાટીમા ખાતે યોજવાની છે. ત્યારે ઓપન એજ ગ્રુપ અંતર્ગત વડોદરાથી 9 વર્ષથી લઈ 28 વર્ષ સુધીના ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. આ નેશનલ ગેમ્સમાં ગુજરાતની બે ટીમો રવાના થઈ છે. ત્યારે આ ટીમનો હિસ્સો 36માં નેશનલ ગેમ્સ ઓલ ઇન્ડિયા બ્રોન્ઝ મેડાલિસ્ટ શોર્યજીત ખૈરે પણ ગુજરાત ટીમમાં સામેલ છે. ત્યારે ફરી એકવાર આ ટીમ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ફરી મેડલ મેળવશે તેવી આશા વ્યક્ત કરી છે.


આ અંગે 36મી નેશનલ ગેમ્સ ઓલ ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ મેળવનાર શોર્યજીતે જણાવ્યું હતું કે, ગુજરાતની ટીમ રીપ્રેઝન્ટ કરી રહી છે અને અમે 38મી નેશનલ ગેમ્સ રમવા જઈ રહ્યા છીએ. મારે 36મી નેશનલ ગેમમાં બ્રોન્ઝ મેડલ આવ્યો હતો, પરંતુ આ વખતે મહેનત ખુબ સારી છે, એટલે એમને આશા છે કે અમે મેડલ જીતીને આવીશું.

મહત્વની બાબત છે કે, સમગ્ર ગુજરાતમાંથી મહિલા અને પુરુષની બે ટીમો ઉત્તરાખંડ ખાતે 38મી નેશનલ ગેમ્સ માટે રવાના થાય છે. ત્યારે આખા ગુજરાતમાંથી માત્ર વડોદરાના ખેલાડીઓનું સિલેક્શન થયું છે. ત્યારે વડોદરા માટે પણ એક ગર્વની વાત છે. સાથે જ મલખમ જેવી રમતમાં વડોદરા પહેલેથી જ ખૂબ જ પ્રચલિત છે, ત્યારે ફરી એકવાર મેડલની આશા સાથે ખેલાડીઓ રવાના થયા છે.


ઉલ્લેખનીય છે કે, આ ટીમનો હિસ્સો બનેલ અને નેશનલ ગેમ્સની તૈયાર દરમિયાન પિતાનું નિધન થયું હોવા છતાં પણ 36મી નેશનલ ગેમ્સમાં અદ્ભુત પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ મેળવનાર અને મલખમની હરીફાઈમાં અદ્દભુત કવાયતોથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દેનાર વડોદરાના શોર્યજીત ખૈરેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર સન્માનિત ખેલાડી આ ટીમમાં છે. ત્યારે ફરી એકવાર મેડલ માટે આશા જાગી છે.

Share :

Leave a Comments