મા ઉમિયાના દિવ્ય રથનું ભાયલી વિસ્તારમાં ભક્તોએ નાસિક ઢોલ અને ધર્મધજા સાથે ભવ્ય સ્વાગત કર્યું

ભાયલી સ્થિત એવરેસ્ટ ડિગ્નિટી-૨ ખાતે મહાઆરતી, રાસ-ગરબા યોજાયા હતા

MailVadodara.com - Maa-Umiya-divine-chariot-was-welcomed-grandly-by-devotees-in-Bhayli-area-with-Nasik-Dhol-and-Dharmadhaja

- વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા થેલેસેમીયા, હિમોફિલીયા સહિતના દર્દીઓને વિના મુલ્યે બ્લડ મળી રહે તેના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો


અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ આયોજિત મા ઉમિયાનો દિવ્યરથ વડોદરા શહેરના વિવિધ સ્થળો પર પરિભ્રમણ કરી ભક્તોને દર્શન આપ્યા હતા. શહેરના 120થી વધુ પાટીદાર સમાજના ઘરોમાં 15 થી 19 મે સુધી માતાજીની પ્રતિમાની પધરામણી કરવામાં આવી હતી. જ્યાં માતાજીની આરતી- પુજા-પાઠ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન અલગ - અલગ વિસ્તારમાં પાટીદાર સમાજ દ્વારા શોભા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને રથ જ્યાં રોકાય ત્યાં આરતી તેમજ અન્ય કાર્યક્રમોનું આયોજન પણ થઇ રહ્યું છે.

વડોદરા શહેરના ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરથી ઉમિયા માતાજીનો દિવ્યરથ શનિવારે સવારે વાજતે-ગાજતે પ્રસ્થાન કરાવાયો હતો.  ત્યારબાદ રવિવારે દિવ્યરથ નિર્ધારિતરૂટ પરથી આગળ વધી ભાયલી વિસ્તારમાં આવેલા એવરેસ્ટ ડિગ્નિટી-2 ખાતે ઢોલ-તાસા (નાસિક ઢોલ) સાથે પહોંચ્યો હતો. જ્યાં રાસ-ગરબા, મહાઆરતી અને રક્તદાન શિબિરનું આયોજન પણ કરાયું હતું.


વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા સામાજિક સશક્તિકરણ અભિયાન અંતર્ગત આદ્યાત્મિક ચેતનનો સંદેશ ફેલાવાય છે. ઉમિયા માતાની આસ્થાને ઉજાગર કરવાના હેતુસર વડોદરામાં તા.15મી મેથી દિવ્ય રથનું જુદા-જુદા વિસ્તારમાં પરિભ્રમણ જારી છે. શનિવારે સવારે ગોત્રી ઇસ્કોન મંદિરથી રથને ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરાવાયો હતો. જે નિર્ધારિત રૂટ પરથી આગળ વધી સાંજે ૬.૩૦ કલાકે ભાયલી વિસ્તારમાં પહોંચ્યો હતો. જ્યાં ભક્તોએ નાસિક ઢોલ અને ધર્મધજા સાથે રથનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું.


પિનાકીનભાઇ પટેલ, ચિરાગભાઇ પટેલ, રજનીભાઇ પટેલ, અમિતભાઇ મેટેલિયા, લાલાભાઇ પટેલ સહિતના સ્વયંસેવકોએ ઉમેર્યું હતું કે, રવિવારે સવારે ૭.૩૦ કલાકે એવરેસ્ટ ડિગ્નિટી-૨થી રથનું પ્રસ્થાન કરાવાયું હતું. જે નિર્ધારિત રૂટ પરથી આગળ વધી બપોરે પુનઃ એવરેસ્ટ ડિગ્નિટી-૨ ખાતે પહોંચ્યો હતો. જેમાં મહાઆરતી, રાસ-ગરબાનું પણ આયોજન કરાયું હતું. આ ઉપરાંત રક્તદાન શિબિર પણ યોજાયો હતો. જેનો ઉદ્દેશ થેલેસેમીયા, સિકલ સેલ એનીમીયા, હિમોફિલીયાના દર્દીઓને વિના મુલ્યે બ્લડ મળી રહે તેના લાભાર્થે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

રથ યાત્રામાં શનિવાર અને રવિવાર બંને દિવસ તમામ પાટીદાર પરિવારો ફરજિયાત જોડાય એવી વિનંતી સર્વે કમિટી મેમ્બર તરફથી વિનંતી કરવામાં આવી હતી.

Share :

Leave a Comments