વડોદરા ગ્રામ્યમાં MGVCLની ટીમે દરોડા પાડી રૂપિયા 42 લાખથી વધુની વીજ ચોરી ઝડપી

MGVCLની ટીમે દરોડા પાડી જિલ્લાના કરજણ, સાવલી અને પાદરામાં કાર્યવાહી કરી

MailVadodara.com - MGVCL-team-conducted-raids-in-Vadodara-village-and-caught-electricity-theft-worth-more-than-Rs-42-lakh

- પોલીસ બંદોબસ્ત સાથે MGVCLની 55 જેટલી ટીમ દ્વારા સઘન વીજ ચેકિંગ કરતાં 119 ગ્રાહકો આશરે 42 લાખથી વધુની વીજચોરી કરતાં ગ્રાહકો રંગે હાથે ઝડપાયા

વડોદરા ગ્રામ્યમાં MGVCLની ટીમે દરોડા પાડી જિલ્લાના કરજણ, સાવલી અને પાદરામાં કાર્યવાહી કરી છે જેમાં 119 ગ્રાહકોની આશરે રૂ. 42 લાખથી વધારેની વીજચોરી કરતાં ગ્રાહકો રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં એમજીવીસીએલ ની 55 ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વડોદરા જિલ્લાના કરજણ, સાવલી અને પાદરા તાલુકામાં એમ.જી.વી.સી.એલ. વીજ ટીમનો દરોડો વડોદરા સંચાલન અને નિભાવ (ગ્રામ્ય) વર્તુળ કચેરી એમ.જી.વી.સી.એલના તાબા હેઠળ આવતી કચેરીમાં પોલીસ બંદોબસ્ત સાથે 55 જેટલી ટીમ દ્વારા સઘન વીજ ચેકિંગ કરતાં વીજ ચોરી કરતાં 119 ગ્રાહકોની આશરે રૂ.42 લાખથી વધારેની વીજચોરી કરતાં ગ્રાહકો રંગે હાથે ઝડપાયા હતા.

એમ.જી.વી.સી.એલની વડી કચેરીના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્ય વર્તુળ કચેરીના તાબા હેઠળ આવતી કચેરીઓમાં ચુસ્ત પોલીસના બંદોબસ્ત સાથે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનાં ટૂંડાવ, રાણીયા, નટવરનગર, મોકસી, ગોઠડા, લસુંદરા, કરચીયા, વાંકાનેર વિગેરે. અને કરજણ તાલુકાનાં મિયાગામ, કલા, બચાર, અને સમરા વગેરે તેમજ પાદરા તાલુકાના આંતી, લતીપુર, ડબકા, ભોજ, ભદારા, ભદારી, વડુ અને નરસિંહપુરના આશરે 1000 જેટલા વીજ જોડાણની સઘન તપાસણી કરતાં 119 ગ્રાહકોને વીજ ચોરી કરતાં રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

આ કાર્યવાહીમાં એમજીવીસીએલ દ્વારા આશરે રૂપિયા 42 લાખની વીજ ચોરીનો દંડ ફટકારવામાં આવેલ છે. જેથી આજુ બાજુ તાલુકામાં વીજચોરી કરતાં ગ્રાહકોમાં ખૂબ જ ફફડાટ ફેલાઈ જવા પામ્યા છે અને વીજ ચોરી કરતાં રંગે હાથે ઝડપાયેલા ગ્રાહકો સામે પોલીસ ફરિયાદ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમા અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી (ગ્રામ્ય) એમ.જી.વી.સી.એલના કચેરીના જણાવ્યાનુસાર વીજચોરી ઝડપવાની કાર્યવાહી આગામી દિવસોમાં વધુ તેજ ગતિએ ચાલુ રાખવામા આવશે.

Share :

Leave a Comments