વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડી MGVCLએ વીજ ચોરીના 51 કેસ ઝડપ્યા

MGVCLની ચેકિંગ સ્ક્વોડે વિવિધ વિસ્તારોમાં 1222 વીજ કનેક્શનો ચેક કરાયું હતું

MailVadodara.com - MGVCL-conducted-extensive-raids-in-different-areas-of-Vadodara-and-caught-51-cases-of-power-theft

- આ તમામ કેસમાંથી અંદાજિત 60 લાખ રૂપિયાનું પુરવણી બીલ બનાવાશે

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ચેકિંગ સ્ક્વોડ દ્વારા વડોદરા શહેરના બરોડા સિટી સર્કલ હેઠળ આવતા વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડીને વીજ ચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.


આ દરોડામાં માંડવી, પાણીગેટ અને વાડી સબ ડિવિઝનના વિસ્તારો દૂધવાલા મહોલ્લો, ચુડીવાલીગલી, છીપવાડ ભદ્રકચેરી, સરસ્યા તળાવ,યાકુતપુરા, શેખ ફરીદ મોહલ્લા, અજબડી મીલ, હજરત એપારમેન્ટ, જુનીગઢી, મોગલવાડા, મટન માર્કેટ , કહાર મોહલ્લા, નિસારબાપૂ પાર્ક, મેમણ કોલોની, સ્લમકવૉટસ જહાંગીરપુરા, ગોયગેટ, વી.એસ.યુ.પી. આવાસ સોમા તળાવ પાસે, મહાવત ફળિયું, પંજરીગર મહોલ્લો, ગેંડા ફળિયું, રાવત શેરી, અલીફ નગર, હાથી ખાના, નવાપૂરા, મહબૂબપુરા, ખારવા વાડ, કહાર મહોલ્લો, અને કેવડા બાગ જેવા વિસ્તારોમાં કુલ 1222 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન કુલ 51 વીજ ચોરીના કેસ ઝડપાયા હતા. આ તમામ કેસમાંથી અંદાજિત 60 લાખ રૂપિયાનુ પુરવણી બીલ બનશે તેવું જાણવા મળે છે.


Share :

Leave a Comments