- દારૂ, ટ્રક મળી રૂપિયા 58,05,030નો મુદ્દામાલ જપ્ત કરી 3 સામે ગુનો નોંધાયો
ગાંધીનગરની સીઆઈએલસી, સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કરજણ ટોલનાકે બે અલગ-અલગ ગાડીઓમાં વાહન ચેકિંગમાં હતા. ત્યારે મળેલી બાતમીના આધારે ટોલનાકા નજીક આવેલ સિકંદરાબાદ હોટલ પાસેથી બાતમી આધારિત ટ્રક આવતાં તેને રોકીને તપાસ કરતાં કાગળના પૂંઠાની આડમાં વિદેશી દારૂની પેટીઓ નંગ 789 ભરેલી હતી. તેમજ ડ્રાઇવરને પૂછતાં પોતાનું નામ કમલેશનાથ લાડુનાથ યોગી રહે.દાતાબાદ, રાજસ્થાન જણાવ્યું હતું. વિદેશી દારૂનો જથ્થો ગોવા ખાતેથી હસમુખભાઈ તેમજ પ્રેમ મેવાડા રાજ નામના ઇસમે ભરી આપ્યો હતો.
વડોદરા ગોલ્ડન ચોકડી ખાતે પહોંચીને હસમુખભાઈને ફોન કરીને તે કહે એ પ્રમાણે ગોલ્ડન ચોકડી ખાતે માલની ડિલિવરી આપવાની હોવાનું જણાવ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વિદેશી દારૂ ભરેલી ટ્રકને કરજણ પોલીસ સ્ટેશન લાવીને ડ્રાઇવર કમલેશનાથ યોગીની ધરપકડ કરી હતી.
વિદેશી દારૂની કિંમત રૂપિયા 37,38,400 તેમજ ટ્રક કિંમત 20,00,000 તેમક 2 નંગ મોબાઈલ તેમજ રોકડા રૂપિયા આમ કુલ મળીને 58,05,030 ના મુદામાલ સાથે વિદેશી દારૂ મોકલનાર હસમુખભાઈ અને પ્રેમ મેવાડા રાજ આમ ત્રણ ઈસમો સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતાં કરજણ પોલીસે ગુનો નોંધી સીપીઆઈ એ તપાસ હાથ ધરી છે.