છાણીના છાયાપુરી બ્રિજ નીચે શાકભાજીની દુકાનમાંથી 96 હજારનો દારૂનો જથ્થો મળ્યો

છાણી પોલીસે બાતમી આધરે દરોડો પાડતાં કોથળામાંથી 196 નંગ દારૂની બોટલો મળી

MailVadodara.com - Liquor-worth-96-thousand-was-found-from-a-vegetable-shop-under-Chayapuri-Bridge-in-Chhani

શહેરના છાણી  બ્રિજ નીચે શાકભાજીની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની વિગતને પગલે છાણી પોલીસે દરોડો પાડતાં કોથળામાંથી દારૂની બોટલો મળી આવી હતી.

વડોદરા શહેરના છાણી વિસ્તારના છાયાપુરી બ્રિજ નીચે શાકભાજીની દુકાનમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની વિગતોને પગલે છાણીના પીઆઇ એપી ગઢવીએ ટીમ મોકલી  દરોડો પડાવ્યો હતો. જે દરમિયાન કોથળાઓમાંથી રૂપિયા ૯૬ હજારની કિંમતની કુલ ૧૯૬ નંગ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દુકાનદાર હિતેષ બુધાભાઇ ગોહિલ (રહે. જૈનમંદિર પાછળ, છાણી)ની અટકાયત કરી હતી. પોલીસની તપાસમાં આ જથ્થો ચિંતન રાણા (રહે. માધવપાર્ક, છાયાપુરી બ્રિજ પાસે)એ મૂક્યો હોવાની વિગતો ખૂલતાં તેની શોધખોળ હાથ ધરી છે.


Share :

Leave a Comments