જરોદ પાસેથી એલપીજી લખેલી ટેન્કરમાં અંજાર લઇ જવાતો 76 લાખનો દારૂ ઝડપાયો, ચાલકની ધરપકડ

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

MailVadodara.com - Liquor-worth-76-lakhs-was-seized-from-Jarod-in-a-tanker-marked-LPG-which-was-carrying-Anjar-the-driver-was-arrested

- જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દારૂની 918 પેટીઓ, મોબાઇલ ફોન અને ટેન્કર મળી કુલ રૂપિયા 91,18,798ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો


વડોદરા જિલ્લામાં ખાસ કરીને તહેવારોની મોસમ ટાણે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘનિષ્ઠ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પેટ્રોલિંગ દરમિયાન હાલોલ-વડોદરા રોડ પર જરોદ કીયુ ચોકડી ઉપર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી LPG લખેલી ટેન્કરમાંથી રૂપિયા 76 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે દારૂની 918 પેટીઓ, મોબાઇલ ફોન અને ટેન્કર મળી કુલ રૂપિયા 91,18,798ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ટેન્કર ચાલકે આ દારૂનો જથ્થો હરીયાણાથી લવાતો હતો અને અંજાર લઇ જવાનો હતો.

એલસીબી પીઆઇ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જરોદ પોલીસની હદમાં પેટ્રોલિંગમા હતી. આ દરમિયાન એલસીબી પીએસઆઇ આર.બી. વનાર, અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભુપતભાઇ, પ્રવિણભાઇ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણભાઇને સંયુક્ત માહિતી મળી હતી કે, ગોધરા તરફથી દારૂ ભરેલી એક ટેન્કરમા હાલોલ થઇ વડોદરા તરફ દારૂ આવી રહ્યો છે. આ માહિતીના આધારે એલસીબી સ્ટાફના એ.એસ.આઇ. કનુભાઇ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ ખોડાભાઇ, દેવરાજસિંહ, શક્તિસિંહ, સિધ્ધરાજસિંહ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિનોદસિંહ, પ્રવિણસિંહ, જયપાલસિંહ અને જયદીપસિંહ સહિતના સ્ટાફ દ્વારા જરોદ કીયુ ચોકડી પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન હાલોલ તરફથી ટેન્કર આવતા તેને રોકી તપાસ કરવામાં આવતા ટેન્કરમાંથી 918 પેટી દારૂ મળી આવ્યો હતો. દારુનો જથ્થો સહીસલામત નિર્ધારીત સ્થળે પહોંચાડવા માટે ટેન્કર ઉપર LPG લખ્યું હતું. જોકે, પોલીસે બુટલેગરોનો દાવ ઉંધો પાડી દીધો હતો.

પીઆઇ કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે દારુના જથ્થા સાથે ટેન્કર ચાલક જોગારામ ડાલુરામ જાટ (રહે. ખુડાલા આસુઓકી ઢાણી, જિલ્લો બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી. આરોપી દારૂ અંગે પૂછતાછ કરતાં આ દારૂ બીકાનેરના રાજેન્દ્રએ હરીયાણાના ભવાની ખાતેથી, નારનોલ રોડ પરથી દારૂ ભરેલું ટેન્કર આપ્યું હતું.

Share :

Leave a Comments