કરજણ હાઇવે ઉપરથી બંધ બોડીની ટ્રકમાં લઇ જવાતો 11.81 લાખનું દારૂનો જથ્થો ઝડપાયો

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે કરજણના માંગલેજ પાસે વોચ ગોઠવી હતી

MailVadodara.com - Liquor-worth-11-81-lakhs-was-seized-in-a-closed-body-truck-from-Karajan-highway

- જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભારતીય બનાવટના 11.81 લાખના વિદેશી દારૂ સહિત  16.81 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકની ધરપકડ કરી, અન્ય એક શખ્સ ફરાર

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નેશનલ હાઈવે નંબર 48 ઉપર માંગલેજ પાસેથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાં લઈ જવાતો રૂપિયા 11.81 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

આ બનાવ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે, ભરૂચ તરફથી એક ટ્રકમાં દારૂ વડોદરા તરફ આવી રહ્યો છે. જે માહિતીના આધારે માંગલેજ પાસે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન માહિતી વાળી ટ્રક આવતાની સાથે તેને રોકી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની 161 વિદેશી દારૂની પેટી જેમાં કુલ 5748 નંગ બોટલની કિંમત રૂપિયા 11,81,076નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 

આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભુપત રાઠોડે કરજણ પોલીસ મથકમાં ઝડપાયેલ ટ્રક ચાલક તેમજ ફરાર થઇ ગયેલા આરોપી અને આ દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે 11,81,076 રૂપિયાનો ઝડપાયેલો દારૂનો જથ્થો તથ મોબાઇલ નંગ-1 જેની કિંમત રૂપિયા 5000 તથા બંધ બોડીની ટ્રક કિંમત રૂપિયા 5 લાખ તથા કાગળો વિગેરે મળી  કુલ રૂપિયા 16,81,000નો મુદ્દામાલ કબજે કરી કરજણ પોલીસના હવાલે કર્યો હતો. 

પી.આઇ. કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવમાં પોલીસે દારૂ ભરેલી ટ્રકના ચાલક ઈર્શાદખાન નસરુખાન (રહે. ખટકરકા, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે ટ્રકમાં ચાલકની સાથે આવેલ મુબારીકખાન નેહનાખાન મુસ્લિમ ફરાર થઇ ગયો હતો. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે નોંધાયેલી ફરિયાદના આધારે કરજણ પોલીસે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લવાતો હતો અને ક્યાં પહોંચતો કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments