મંજુસર GIDC પાસેથી ટ્રકમાં લઇ જવાતો 11. 80 લાખનો દારુ ઝડપાયો, ત્રણ આરોપીની ધરપકડ

મંજુસર પોલીસે બાતમી આધારે જી.આઇ.ડી.સી.ના ગેટ પાસે વોચ ગોઠવી દીધી હતી

MailVadodara.com - Liquor-worth-11-80-lakhs-seized-in-truck-from-Manjusar-GIDC-three-accused-arrested

- 246 પેટી દારૂ, ટ્રક, મોબાઇલ ફોન મળી કુલ્લે 19.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા નજીક મંજુસર જી.આઇ.ડી.સી.ના ગેટ પાસેથી મંજુસર પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ટ્રકમાંથી રૂપિયા 11 લાખની કિંમતનો ભારતીય બનાવટનો દારુનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારુના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ દારુનો જથ્થો ક્યાં લઇ જવાતો હતો, તે દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

મંજુસર પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે મંજુસર પોલીસ મથકના પી.આઇ. એમ.આર. ચૌધરની માર્ગદર્શન હેઠળ મંજુસર પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલા પોલીસ જવાનોને માહિતી મળી હતી કે, દારુ ભરેલી એક ટ્રક મંજુસર થઇ વડોદરા તરફ જવાની છે. જે માહિતીના આધારે પોલીસે જી.આઇ.ડી.સી.ના ગેટ પાસે વોચ ગોઠવી દીધી હતી.

દરમિયાન માહિતીવાળી ટ્રક પસાર થતાં પોલીસે ટ્રકને રોકી હતી. અને ટ્રક ચાલક પાસે બિલ્ટી માંગતા ચાલકે પીવીસી ફિલ્ટર સીટની બોગસ બિલ્ટી આપી હતી. તપાસ કરી રહેલી પોલીસને શંકા જતા ટ્રકમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ટ્રકમાંથી 246 પેટી દારુ મળી આવ્યો હતો. દારુની બોટલો ખોલીને તપાસ કરતા દારુની બોટલો ઉપર બોગસ બેચ નંબર મારેલો જણાઇ આવ્યો હતો.

મંજુસર પોલીસે રૂપિયા 11,80,000ની કિંમતનો દારુનો જથ્થો, ટ્રક અને મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા 19,86,300નો મુદ્દામાલ જપ્ત કરવા સાથે ટ્રકમાં સવાર અસલમ અલાઉદ્દીન શેખ (રહે. 160, વિનાયકનગર, એમ.આઇ.ડી.સી. રોડ, મહારાષ્ટ્ર), આરશાન ઇસ્માઇલ શેખ (રહે. 601, મહાડા કોલોની, પુના મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. આ દારુનો જથ્થો અને મુન્નાભાઇ (રહે. મુંબઇ)એ ભરાવ્યો હોવાનું ઝડપાયેલા આરોપીઓએ પોલીસની પ્રાથમિક પુછપરછમાં જણાવ્યું હતું. આ બનાવ અંગે મંજુસર પોલીસે આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments