- મકાનમાં દારૂ રાખનાર અજય ઉર્ફ બોડો ભઇલાલ પરમારને વોન્ટેડ જાહેર કરાયો
વડોદરા શહેરના ગોત્રી ઇસ્કોન મંદિર પાસે નારાયણપુરા સોસાયટીમાં અકોટા પોલીસે દરોડો પાડીને 48 હજારનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં મહિલા સહિત બે જણાની ધરપકડ કરી જ્યારે દારૂ મકાનો રાખનારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં સોમવારના રોજ રાત્રીના સમયે પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ગોત્રી ઇસ્કોન મંદિર પાસે આવેલી નારાયણપુરા સોસાયટીમાં બે મકાનોમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરાઇ રહ્યું છે. જેથી પોલીસની ટીમે બાતમી મુજબ સ્થળ પર દરોડો પાડીના પ્રથમ મકાન નંબર 59 અને 60 તપાસ કરતા ચિરાગ મગન વસાવા તથા નિશા મનોજ વસાવા મળી આવ્યા હતા. જેથી બંને સાથે રાખી ઘરોમાં તપાસ કરતા વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 48 હજારનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થા સાથે ચિરાગ વસાવા તથા નિશા વસાવાની ધરકડ કરી હતી. જ્યારે મકાનોમાં દારૂ રાખનાર અજય ઉર્ફ બોડો ભઇલાલ પરમારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.