સયાજીપુરા ટાંકીની સામે રોડ પર ગેસ લાઇન લીકેજ થતા આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી

ગેસ લાઇનમાં અચાનક ભંગાણ સર્જાવાને કારણે આગ લાગી હોવાનો પ્રાથમિક તારણ

MailVadodara.com - Leaking-gas-line-on-road-in-front-of-Sayajipura-tank-bursts-into-flames

- ફાયર બ્રિગેડ તેમજ વડોદરા ગેસ લિમિટેડની ટીમે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો


વડોદરા શહેરના સયાજીપુરા ટાંકીની સામેના ભાગમાં રસ્તામાં કિનારે ગેસ લાઇન લીકેજ થતા આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ તેમજ વડોદરા ગેસ લિમિટેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને  આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.


પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ન્યુ કારેલીબાગ વિસ્તારમાં આવેલી સયાજીપુરા પાણીની ટાંકીની પાસેના ભાગમાં રસ્તા ના કિનારે ગેસ લાઈનમાં લીકેજ થવાને કારણે આગ લાગી હતી આગની જ્વાળાઓ આઠથી દસ ફૂટ ઉપર સુધી ઉઠી હતી ઘટના જોઈને આસપાસના રહીશોમાં ગભરાટ નો માહોલ હતો જ્યારે સ્થાનિકોએ ફાયર બ્રિગેડ તેમજ વડોદરા ગેસ લિમિટેડને જાણ કરતાં બંનેની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાણી તેમજ ફોર્મ નો મારો ચલાવીને આગ પર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

આ દુર્ઘટના કયા કારણોસર સર્જાઇ તે જ હાલ જાણી શકાયું નથી. જોકે ગેસ લાઇનમાં અચાનક ભંગાણ સર્જાવાને કારણે આગ લાગી હોવાનો પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે ગેસ લાઇનમાં ભંગાણને કારણે વિસ્તારનો ગેસ પુરવઠો પણ ટૂંક સમય માટે ખોરવાયો છે.

Share :

Leave a Comments