અકોટા હવેલી રોડ ઉપર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો ગેલન લીટર પાણીનો વેડફાટ

સ્માર્ટ સિટી વડોદરાના ઓવર સ્માર્ટ તંત્રની નિષ્ફળ કામગીરી છતી થઈ

MailVadodara.com - Leakage-of-drinking-water-line-on-Akota-Haveli-road-causing-loss-of-lakhs-of-gallons-of-water


- તાજેતરમાં જ રીપેર કરવામાં આવેલા પાણીની લાઈનમાં ફરીથી ભંગાણ થયું

તાજેતરમાં જ રીપેર કરવામાં આવેલા પાણીની લાઈનમાં ફરીથી ભંગાણ સર્જાતા લાખો ગેલન પીવાના પાણીનો વેડફાટ નજરે જોવા મળ્યો હતો. શહેરના અકોટા હવેલી રોડ બેંક ઓફ બરોડા નજીક પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા રોડ ઉપર લાખો ગેલન પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી તકલાદી કામગીરીના ભાગરૂપે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હોય તેવી લોક ચર્ચા ઉઠી છે. 


એક બાજુ જળ શક્તિ મંત્રાલય દ્વારા વડોદરામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી તકલાદુ કામગીરીના લોકો પીવાના શુદ્ધ પાણીથી વંચિત રહી જાય તેવી કામગીરી કરવામાં આવી હવે તંત્રની તકલાદી કામગીરીને ક્યારે રોક લાગશે તે જોવાનું રહ્યું.


Share :

Leave a Comments