- આ અંગેની જાણ પાલિકને થતાં લિકેજ બંધ કરવાની કામગીરી શરૂ કરી
શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા બસ સ્ટેન્ડ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું હતું. પાણીની લાઇનની યોગ્ય કામગીરીના અભાવને કારણે પાણીની લાઇનોમા ભંગાણ પડવાની ઘટનાઓ બની રહી છે. તરસાલી વિસ્તારમાં પાણીની લાઇન લિકેજ થવાના કારણે વિસ્તારમાં હળવા પ્રેશરથી લોકોને પાણી મળ્યું હતું. આ અંગેની જાણ પાલિકાને થતાં કામગીરી શરૂ કરવામાં આવી હતી.
એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પુરતા પ્રેશર સાથે અથવા ચોખ્ખું પીવાનું પાણી નહી મળતું હોવાની બુમે ઉઠી રહી છે, તો બીજી તરફ છાશવારે શહેરના કોઇને કોઇ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી વહી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા બલ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે પાણીની લાઇનમાં લિકેજની ઘટના સામે આવી છે. જેને લઇને હજારો લિટર પીવાલાયક પાણી રસ્તા પર વહી ગયું છે. સવાર સુધી કોઇ સમારકામ કાર્ય શરૂ કરવામાં નહીં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
વડોદરા પાસે પીવાલાયક પાણીનો પર્યાપ્ત જથ્થો છે, પરંતુ તેના મેનેજમેન્ટમાં પાલિકાનું તંત્ર ઉણુ ઉતર્યું છે. આ વાતની સાબિતી આપતી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ફરી એક વખત પાણીની લાઇનમાં લિકેજ થવાના કારણે હજારો લિટર પીવાલાયક પાણી વહી જવા પામ્યું છે. શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા બસ સ્ટેન્ડ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાવવાની ઘટના સામે આવી છે. જેમાં હજારો લિટર પાણી વહી જવા પામ્યું છે. પાણીની લાઇન લીકેજ થવાના કારણે વિસ્તારમાં સવારે હળવા પ્રેશરથી પાણી મળતા લોકોને પાણી વગર આજનો દિવસ પસાર કરવો મુશ્કેલ છે.
શહેરમાં વિપરીત પરિસ્થિતી જોવા મળી રહી છે. હજારો લિટર પાણી વહી ગયા બાદ પણ તેના રિપેરિંગ કાર્યમાં સમય પસાર કરવામાં આવી રહ્યો છે, જે ચિંતાજનક છે. આ સાથે જ ઠેર-ઠેર પાણીની લાઇનમાં લિકેજની ઘટનાઓ સામે આવતા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા કામોની સમીક્ષા કરવી જોઇએ. જો તેમાં કોઇ ક્ષતિ જણાય તો તેની સામે કડક પગલાં લેવા જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જોકે, આ અંગેની જાણ પાલિકાને થતાં પાણી લિકેજ બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.