અકોટા બ્રિજથી તાજ હોટલ સુધી માર્ગ પરના લારી ગલ્લા સહિત કાચા પાકા શેડના દબાણો દૂર કરાયાં

દબાણો દૂર કરવાની કામગીરીને લઈને દબાણો કરનાર વેપારીઓમાં ફાફડાટ વ્યાપી ગયો

MailVadodara.com - Lari-Galla-on-the-road-from-Akota-Bridge-to-Taj-Hotel-along-with-unpaved-shed-pressures-were-removed

- વડોદરા પાલિકા દ્વારા ચાર ટ્રક સામાન જપ્ત કરી સ્ટોરમાં જમા લેવામાં આવ્યો

- દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા જ સ્થાનિક લોકો પોતાની લારીઓ તેમજ બનાવેલા શેડનો સામાન બચાવવા માટે દોડધામ કરી મૂકી

ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા બાદ સફાળા જાગેલા પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. આ કામગીરીને લઈને દબાણો કરનાર નાના વેપારીઓમાં ફાફડાટ વ્યાપી ગયો છે. શહેરના વોર્ડ દીઠ દબાણ ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના રોડ ઉપરના લારી -કાચા પાકા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા ચાર ટ્રક સામાન જપ્ત કરી સ્ટોરમાં જમા લેવામં આવ્યો હતો.


વડોદરા પાલિકાની દબાણ શાખા દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના અકોટા વિસ્તારમાં અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના માર્ગ ઉપર વધી ગયેલા લારીઓના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા જ સ્થાનિક લોકો પોતાની લારીઓ તેમજ બનાવેલા શેડનો સામાન બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી. જોકે, વડોદરા મહાનગર મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દુકાનોની બહાર મુકવામાં આવેલી ગેરકાયદેસર કેબીન, શેડ, લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરી સામાન જપ્ત કર્યો હતો. દબાણમાં દબાણ અધિકારી વોર્ડ ઓફિસર રેવન્યુ ઓફિસર, ટીડીઓ હાજર રહ્યા હતા અને દબાણો દૂર કરાયા હતા.


સ્થાનિક લોકો તેમજ ગેરકાયદેસર લારીઓ ઉભી રાખનાર વેપારીઓ દ્વારા અધિકારીઓને લારીઓ ન ઉઠાવી જવા સામે રજૂઆત પણ કરી હતી પરંતુ, પાલિકા દ્વારા શેહશરમ રાખ્યા વિના કાર્યવાહી ચાલુ રાખી હતી. કેટલાક લોકો દ્વારા રોષ પણ ઠાલવવામાં આવ્યો હતો. વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. પરંતુ, સ્થાનિક પોલીસનો સ્ટાફ હોવાથી કોઇ અપ્રિય ઘટના બની ન હતી.

વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર-12ના રેવન્યુ ઓફિસર ગણેશ તડવીએ જણાવ્યું હતું કે, આજે અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના માર્ગ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કોઇ જાતનો વિરોધ થયો નથી. કામગીરી શાંતિપૂર્ણ પૂરી થઇ હતી. આ રોડ ઉપરથી લારીઓ, કેબિનો, કાચા પાકા શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે.

Share :

Leave a Comments