અક્ષરચોક વિસ્તારમાં રિક્ષામાં દારૂ લઈ જતા બે શખ્સોને એલસીબીએ ઝડપ્યા

એલસીબી ઝોન-૨ની ટીમે ૩૩ હજારનો દારૂ, મોબાઇલ અને રિક્ષા સહિત રૂા.૧.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

MailVadodara.com - LCB-caught-two-persons-carrying-liquor-in-a-rickshaw-in-Akshar-Chowk-area

વડોદરા શહેરના અક્ષરચોક બિજ નીચેથી એલસીબી ઝોન ૨ ની ટીમ એ રિક્ષામાં વિદેશી દારુ લઈ જતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ૩૩ હજારનો દારુ, મોબાઈલ અને રીક્ષા સહિત રૃા. ૧.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે અટલાદરા પોલીસ સ્ટેશનને સોંપાયો છે.

વડોદરા શહેરના અક્ષર ચોક બિજ નીચેથી એક રિક્ષામાં દારુ ભરીને બે શખ્સો પસાર થવાના છે તેવી બાતમી એલસીબી ઝોન ૨ ની ટીમને મળી હતી. જેના આધારે એલસીબી ઝોન ૨ ની ટીમ બાતમી મુજબની જગ્યા પર વોચ ગોઠવી હતી. દરમિયાન એક રીક્ષા આવતા પોલીસે તેને ઉભી રખાવી તેમાં ચેક કરતા ડ્રાઇવર સહિત બે સખશો બેઠેલા હતા. જેથી તેમને નીચે ઉતારી રિક્ષામાં ચેક કરતા વિદેશી દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પરીક્ષા ચાલક મહેન્દ્ર ચંદુ માળી અને દીપેશ રાજુ માળીની ધરપકડ કરી ૩૩ હજારનો વિદેશી દારુ, મોબાઈલ રોકડ અને રીક્ષા મળી ૧.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે અટલાદરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.


Share :

Leave a Comments