રાજકોટનાં કર્મકાંડી બ્રાહ્મણનાં 70 લાખ પડાવનાર ટોળકીનાં બે સાગરીતોને કરજણ પોલીસે ઝડપ્યા

કરજણ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી

MailVadodara.com - Karjan-police-arrested-two-members-of-the-gang-that-extorted-70-lakhs-from-the-ritualistic-Brahmins-of-Rajkot

- ઠગ ટોળકીએ 500ની ચલણી નોટોને 10, 50 અને 100ની ચલણી નોટોમાં ફેરવી રકમના 7 ટકા વધુ આપવાની લાલચ આપી હતી

- પૂછપરછમાં અન્ય નામો ખૂલતાં તેઓની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા

રાજકોટનાં કર્મકાંડી બ્રાહ્ણણે 7 ટકા વધુ નાણાં આપવાની લાલચ આપી રૂપિયા 70 લાખ રોકડ લઇ રફૂચક્કર થયા. આ ટોળકીનાં બે સાગરીતોની કરજણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ બનાવની વધુ તપાસ માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. આ પૂછપરછમાં અન્ય નામો ખૂલતાં પોલીસે તેઓની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.

કરજણ પોલીસ મથકની પી.એસ.આાઇ. એચ. જે. રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટના કર્મકાંડી બ્રાહ્ણણ સુનિલભાઇ રમણીકભાઇ જોષીને ઠગ ટોળકીએ 500 રૂપિયાની ચલણી નોટોના બદલામાં 10, 50 અને 100ની ચલણી નોટોમાં ફેરવી રકમના 7 ટકા વધુ આપવાની લાલચ આપી 70 લાખ લઇ ફરાર થઇ ગઇ હતી. જે અંગેની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં નોંધાઇ હતી.

આ બનાવમાં બોગસ નામ ધારણ કરીને છેતરપિંડી કરનાર ટોળકીનાં બે સાગરીતો વાલજી મકવાણા (રહે. બોટાદ) અને નજીર મલેક (રહે. આણંદ) ધરપકડ કરવામાં આવી છે. આ બંનેને કોર્ટેમાં રજૂ કરી તા.30મી સુધીનાં રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે. આ બંનેની પૂછપરછમાં અન્ય નામો ખૂલતાં તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

કરજણમાં ખેલ પાડયો અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગાયત્રીનગર મેઇન રોડ ઉપર આવેલા 301, શિવાલય ફ્લેટમાં સુનિલભાઇ રમણીકભાઇ જોષી પરિવાર સાથે રહે છે અને કર્મકાંડનું કામ કરીને ગુજરાન ચલાવે છે. તેઓને ભેજાબાજો અનિલ પટેલ, વેકરીયાભાઇ, અનિલભાઇની કારનાં ડ્રાઇવર અને અન્ય એક કારનાં ડ્રાઇવરનો સંપર્ક થયો હતો. ઠગ ટોળકીએ કર્મકાંડી બ્રાહ્ણણ સુનિલભાઇ જોષીને 500નાં દરની ચલણી નોટો આપો અને તેના બદલામાં 7 ટકા વધારે રૂપિયા 10, 50 અને 100ની ચલણી નોટોમાં સ્વામિનારાયણ મંદિરમાંથી બદલી આપીશું. કર્મકાંડી બ્રાહ્ણણ સુનિલ જોષીને લાલચ જાગતાં તેઓએ 7 ટકા વધુ નાણાં લેવામાં 70 લાખ ગુમાવ્યા હતા.

મળેલી માહિતી પ્રમાણે રાજકોટના કર્મકાંડી બ્રાહ્ણણ સુનિલભાઇ જોષીની જમીન અને મકાન વેચાયું હતું તેમજ અન્ય મૂડી મળીને રૂપિયા 35 લાખ હતા. બાકીના રૂપિયા 35 લાખ પરિચીતો પાસેથી ભેગા કર્યા હતા. આમ, કુલ્લે રૂપિયા 70 લાખ 500 ની ચલણી નોટમાં આપી 7 ટકા વધારે 10, 50 અને 100 ના દરની ચલણી નોટમાં લેવાની લાલચમાં રૂપિયા 70 લાખ ગુમાવવાનો વખત આવ્યો છે.

આ દરમિયાન રાજકોટનાં કર્મકાંડી બ્રાહ્ણણ સુનિલભાઇ જોષીએ કરજણ પોલીસ મથકમાં ભેજાબાજો અનિલ પટેલ, વેકરીયાભાઇ, અનિલભાઇની કારના ડ્રાઇવર અને અન્ય એક કારના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે ફરિયાદના આધારે ઠગ ટોળકી સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ પી.એસ.આઇ. કરી રહ્યા છે.

Share :

Leave a Comments