કારેલીબાગ પોલીસે ગુમ તથા ચોરી થયેલા 3.76 લાખના 21 મોબાઈલ શોધી કાઢ્યાં

આ તમામ ફોન તેના મૂળ માલિકને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બોલાવીને તેઓને પરત આપવામાં આવ્યા હતા

MailVadodara.com - Karelibagh-police-recovered-21-missing-and-stolen-mobile-phones-worth-Rs-3-76-lakh


શહેરના કારેલીબાગ પોલીસે ગુમ તથા ચોરી થયેલા રૂા.૩.૭૬ લાખ ઉપરાંતની કિંમત ધરાવતા ૨૧ જેટલા મોબાઈલ ફોનને શોધી કાઢી તેના મૂળ માલિકોને સુપરત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં મોબાઇલ ચોરીના સરેરાશ રોજના પાંચથી સાત બનાવ બને છે. જાેકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જવાનું ટાળતા લોકો હાલ ઇ-ફરિયાદો નોંધાવી રહ્યા છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના હેઠળ વડોદરા કારેલીબાગ પોલીસ મથક પીઆઇ સી.આર જાધવ તથા સેકન્ડ પી.આઈ. એ.એમ. ઠાકોરના માર્ગદર્શન સાથે કારેલીબાગ પોલીસ મથકના જવાનો ફરિયાદના આધારે તસ્કરોની તપાસ કરી રહી હતી. આ દરમિયાન પો. કો. પ્રદીપભાઈ પ્રવીણભાઈ તથા પો.કો. જૈમીન કુમાર લલિતભાઈ દ્વારા ફોન કોલ ડીટેઇલ આધારિત તપાસ કરી તેમના વિસ્તારમાં ચોરાયેલા જુદી-જુદી કંપનીના ૨૧ મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. આ તમામ ફોન તેના મૂળ માલિકને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બોલાવીને આશરે રૂા. ૩,૭૬,૩૧૮ની કિંમતના મોબાઇલ ફોન તેઓને પરત આપવામાં આવ્યા હતા.



Share :

Leave a Comments