કપિરાજે કૂદકો મારતા ઘર આંગણે બેઠેલા વૃદ્ધા પર ઈંટ પડતા ગંભીર ઇજા, સારવારમાં મોત

સેવાસી ગામના બારીયા વગોમાં રમણભાઇ સોલંકી ઘર બહાર બેઠા હતા ત્યારે ઘટના બની

MailVadodara.com - Kapiraj-jumps-brick-falls-on-old-man-sitting-in-courtyard-seriously-injured-dies-during-treatment

- એક ઘરથી બાજુના ઘર ઉપર કપિરાજે કુદકો માર્યો હતો, જેથી ઘર ઉપરથી એક ઇંટ નીચે બેઠેલા 72 વર્ષીય રમણભાઇ સોલંકીના માથાં પર પડતા માથું ફૂટ્યું હતું!

વડોદરા તાલુકા પોલીસ મથકની હદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં વૃદ્ધ પોતાના ઘરની બહાર બેઠા હતા. તે દરમિયાન વાંદરો કૂદકો મારીને બાજુના ઘર પર આવ્યો હતો, જેના કારણે વૃદ્ધના માથા પર ઇંટ પડી હતી અને તેમનું માથું ફૂટ્યું હતું. જે બાદ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા ગ્રામ્યમાં આવતા સેવાસીમાં પીપળાગેટ પાસે બારીયા વગો આવેલો છે. જેમાં રમણભાઇ રામાભાઇ સોલંકી (ઉં.વ.72) રહેતા હતા. 5 માર્ચના રોજ સવારે તેઓ પોતાના ઘર બહાર બેઠા હતા. દરમિયાન બાજુના ઘર ઉપર કપિરાજે કુદકો માર્યો હતો. ઘર ઉપરથી એક ઇંટ વૃદ્ધના માથાં પર પડી હતી અને તેમનું માથું ફૂટ્યું હતું. ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે નરેદ્રભાઇ રમણભાઇ સોલંકીએ વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે એએસઆઇ જયદિપસિંહ માનસિંહ તપાસ કરી રહ્યા છે.

Share :

Leave a Comments