અનગઢથી વિશાળ રેલી યોજી વાઘોડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલે ઉમેદવારી પત્ર ભર્યું

વાઘોડિયા વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં બે ક્ષત્રીય ઉમેદવાર વચ્ચે જંગ જામશે

MailVadodara.com - Kanu-Gohil-the-Congress-candidate-filed-his-nomination-papers-from-the-Waghodia-seat-after-holding-a-huge-rally-from-Angarh

- વડોદરા બેઠકના ઉમેદવાર જસપાલસિંહ પઢીયાર-વિપક્ષી નેતા અમી રાવત-ભીખા રબારી સહિત કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં


વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભર્યું વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં બે ક્ષત્રીય ઉમેદવાર વચ્ચે જંગ છે. રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોમાં ભારે રોષ છે. ત્યારે તેની અસર વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર પણ વર્તાઇ રહી છે. આજે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ ગોહિલે અનગઢ ખાતેથી વિશાળ રેલી કાઢી વાઘોડિયા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું.


સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણીના પડગામ વાગી ગયા છે ત્યારે ગુજરાતમાં કુલ પાંચ વિધાનસભામાં પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે, તેવી જ એક બેઠક 136 વાઘોડિયા વિધાનસભામાં છે કારણ કે 2022માં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ તરીકે છૂટી આવ્યા હતા. અને ત્યારબાદ હવે જ્યારે ભાજપમાં જોડાયા છે ત્યારે લોકસભાની ચૂંટણીના સમયે છે. પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે અનગઢ ગામના રહેવાસી એવા કનુભાઈ ગોહિલ કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે ત્યારે આજરોજ તેમના નિવાસ્થાનેથી વિજય રેલી સ્વરૂપે વાઘોડિયા ખાતે પહોંચ્યા હતા અને વાઘોડિયા નગરમાં ફરીને મામલતદાર કચેરી ખાતે પહોંચી કનુભાઈ ગોહિલે પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું. ત્યારે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર જશપાલસિંહ પઢીયાર, વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત, પૂર્વ કાર્યકારી પ્રમુખ ભીખાભાઈ રબારી, પૂર્વ ધારાસભ્ય મંગલસિંહ ગોહિલ, રાજુભાઈ માસ્ટર સહિત કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


ઉમેદવારી નોંધાવવા છેક અનગઢથી વાઘોડિયા આવેલા કનુભાઇ ગોહિલે જણાવ્યું કે, વાઘોડિયા મત વિસ્તારમાં રસ્તા, પાણી સહિત લોક પ્રશ્નો વર્ષોથી પડતર છે. આ પ્રશ્નોનું નિરાકરણ અમારું મુખ્ય કામ રહેશે. લોકો સ્વયંભૂ અમારા સરઘસમાં જોડાયા છે. લોકોનો ઉત્સાહ અમારી સાથે છે.

હવે જોવાનું રહ્યું 136 વાઘોડિયા વિધાનસભામાં બે પાંખ્યો જંગ થાય છે કે પછી ત્રી-પાંખિયો જંગ થાય છે. જો મધુ શ્રીવાસ્તવ ફોર્મ ભરશે તો વાઘોડિયા વિધાનસભાની ચૂંટણી ખૂબ રસપ્રદ બનશે.

Share :

Leave a Comments