હરણી રોડ પર શિવમ સોસાયટીમાં ધોળે દિવસે ઘરેણાં-રોકડની ચોરી

MailVadodara.com - Jewelry-cash-theft-at-Shivam-Society-on-Harani-Road

વડોદરા શહેરના હરણી રોડ પર ગદા સર્કલ પાસેની શિવમ સોસાયટીમાં રહેતા દક્ષાબેન રમેશભાઇ પરમાર (ઉ.વ.46) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, 14 ફેબ્રુઆરીના રોજ હું નોકરી પર ગઇ હતી. મારો દીકરો પણ બપોરના સમયે ઘરના દરવાજાને લોક કરી ચાવી ઘરની બારીમાં મૂકી કામ અર્થે ગયો હતો. આ સમયે ઘરમાં કોઇ નહોતું. તે સમયે સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરીને તસ્કરો ભાગી છૂટ્યા હતા. હું સાંજે ઘરે પહોંચતા લોક ખુલ્લું હતું. ઘરમાં સામાન વેરવિખેર હોય તિજોરી પણ ખુલ્લી હતી. જેમાંથી સોનાની ચેન, ચાંદીનો જુડો, રોકડા રૂ. 1200 સહિત કુલ 27 હજારની કિંમતની ચીજવસ્તુઓની ચોરી થઈ હતી. આ મામલે દક્ષાબેન પરમારે પોલીસ ફરિયાદ નોંધાવતા હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments