- તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી 91 હજારની મતાની સાફસૂફી કરી ફરાર થઈ ગયા
વડોદરા વીઆઈપી રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા મિકેનિકલ એન્જિનિયર પરિવાર સાથે પોતાના વતન રાજસ્થાન પ્રસંગમાં ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 91 હજારની મતાની સાફસૂફી કરી ફરાર થઈ ગયા હતા. જેથી એન્જિનિયરએ ચોરીની ફરિયાદ અને પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
મૂળ રાજસ્થાનના અને હાલમાં શહેરના વીઆઈપી રોડ પર આદિનાથ સોસાયટીમાં રહેતા મનોજ કાંતિલાલ જૈનએ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે, હું હાલોલ ખાતે આવેલ લુશી ઇલેકટ્રીક એન્ડ મેનેફેકચરીંગ પ્રા.લી કંપનીમાં મેકેનીકલ એન્જીનીયરીંગ તરીકે નોકરી કરું છું. ગત 12 જાન્યુઆરીના રોજ હું તથા મારા પરિવારના સભ્યો સાંજના સમયે અમારા મકાનને લોક મારી અમારા વતન મુકામે સામાજીક પ્રસંગ હોય અમે જવા માટે રવાના થયા હતા. પ્રસંગ પૂરો થતાં મારૂ વતન હોય જેથી ત્યાં રોકાયા અને 15 જાન્યુઆરીના રોજ અમારા વતન મુકામેથી સાંજના સમયે અમારા ઘરે પરત આવ્યા હતા. તે દરમિયાન દરવાજાને મારેલ લોક નકુચા સાથે તેમજ અંદરના દરવાજાનું સેફટી લોક તૂટેલું હતું.
જેથી અમે મકાનમાં જઇ તપાસ કરતા બેડરૂમમાં બનાવેલા લાકડાના કબાટમાં તપાસ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 91 હજારની મત્તા ગાયબ હતી. જેથી તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ફરાર થઈ ગયા હતા.