વડોદરા વેસ્ટ ઝૉનના મહિલા ક્રિકેટર તરન્નુમ પઠાણના મકાનમાંથી દાગીના-રોકડની ચોરી

અજાણ્યા તસ્કરો 6 તોલા સોનું અને 30 હજાર રોકડ ચોરી કરી ગયા

MailVadodara.com - Jewelery-cash-stolen-from-Vadodara-West-Zone-women-cricketer-Tarannum-Pathan-house


વડોદરા શહેરની નામાંકિત મહિલા ક્રિકેટર તરન્નુમ પઠાણના બંધ મકાનના તાળા તોડી કોઈને શખ્સો 6 તોલા સોનાના દાગીના અને રોકડ 30 હજાર રૂપિયા મળી કુલ રૂપિયા 5 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે ગોત્રી પોલીસે તપાસ હાથ ધરી છે.

વડોદરાના અકોટા ગામમાં મોટી મસ્જીદની બાજુમાં વડોદરાની નામાંકિત મહિલા ક્રિકેટર તરન્નુમ નાસીરખાન પઠાણ રહે છે અને તેની બાજુના જ મકાનમાં માતા મુમતાદબાનુ તેમજ પરિવારના અન્ય સભ્યો રહે છે. મોડી રાત્રે તરન્નુમ પોતાના મકાનને તાળું મારીને પાડોશમાં રહેતી માતા મુમતાજ બાનુને મકાનની દેખભાળ રાખવાનું જણાવી પરિવારના સભ્યો સાથે અજમેર ગઇ હતી.


આજે સવારે માતા મુમતાજ બાનુએ પાડોશમાં રહેતી દીકરીના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોતા અને મકાનનો દરવાજો ખુલ્લો જોતા ચોંકી ઉઠ્યા હતા. ક્રિકેટર તરન્નુમ એકલી જ પોતાના તુરંત જ તેઓએ અજમેર ગયેલી ક્રિકેટર દીકરી તરન્નુમને ફોન કરીને મકાનમાં ચોરી થઈ હોવાના સમાચાર આપ્યા હતા. ક્રિકેટર તરન્નુમને ઘરમાં ચોરી થયાના સમાચાર સાંભળતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.


દરમિયાન અજમેર ગયેલી દીકરીએ માતાને ગોત્રી પોલીસ મથકમાં જાણ કરવાની સૂચના આપતા મુમજાજ બાનુ નાસીરખાન પઠાણે (રહે. અકોટા ગામ, મોટી મસ્જીદની બાજુમાં) ગોત્રી પોલીસ મથકમાં દીકરીના મકાનમાં થયેલી ચોરી અંગેની અરજી આપી હતી. ક્રિકેટર તરન્નુમના મકાનમાં તસ્કરો ચોરી કરીને સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ગયાની જાણ ગામમાં પ્રસરી જતા ચકચાર મચી ગઇ છે.


Share :

Leave a Comments