જંત્રીના સૂચિત દર વાસ્તવિક પરિસ્થિતિ કરતાં વિપરીત : ક્રેડાઈ

બિલ્ડરો સરકાર સામે બાંયો ચઢાવશે..?

MailVadodara.com - Jantris-proposed-rate-contrary-to-actual-situation-Credai

- ઓનલાઇન સાથે ઓફ્લાઈન વાંધા અરજીના વિકલ્પની માંગ


રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત તો એક મહિનો વધારી આપી છે. આ ઉપરાંત CREDAI દ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માગણીઓ પણ કરવામાં આવી છે. જંત્રી દરમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થવાની ભીતિ વ્યકત કરવામાં આવી છે. જેના કારણે સામાન્ય માણસનું ઘરના ઘરનું સ્વપન અધૂરું રહી જાય તેમ છે. જેથી ક્રેડાઈ દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માગ કરવામાં આવી છે. જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં આજે ક્રેડાઈ, બિલ્ડર એસોસિયેશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતનાં શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.


રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જંત્રીના નવા સૂચિત દરના કારણે શહેરનો વિકાસ રૂંધાય કે વધારે ધીમો થાય તેવી શક્યતાઓને લઈ આજે આ દરો પરત લેવાઇ તેવી માંગ સાથે વડોદરા બિલ્ડર અને ડેવલોપર્સ ભેગા મળી રેલી સ્વરૂપે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી. જેમાં મોટી સંખ્યામાં બિલ્ડરો અને ડેવલોપર્સ સહિત અસરગ્રત ખેડૂતો હાજર રહ્યા હતા. સરકારના આ નિર્ણય સામે બિલ્ડરોનું કહેવું છે કે, સરકાર દ્વારા જંત્રીના જે સૂચિત દર નક્કી કરવામાં આવ્યા છે, તે દર વાસ્તવિકતાથી વિપરીત છે. જંત્રી નક્કી કરતા સમયે જમીનના હાલના બજાર ભાવ, રિયાલીસ્ટીક માર્કેટ તેમજ સાયન્ટીફિક ગણતરી કરવામાં આવી હોય તેમ લાગતું નથી. જેના કારણે જો, હાલની સૂચિત જંત્રી લાગુ કરવામાં આવે તો મકાન, દુકાન અને ફ્લેટના ભાવમાં 50થી 100 % નો વધારો આવશે તે નક્કી છે.


આ અંગે ક્રેડાઈ વડોદરાના વાઇસ ચેરમેન મયંક પટેલે જણાવ્યું હતું કે, જે રીતે વર્ષ 2023માં જંત્રીના ભાવમાં જે રીતે વધારો થયો છે અને એક વર્ષ કરતાં ઓછા સમયમાં ફરીથી મોટો ધરખમ ભાવ વધારો કરવામા આવ્યો છે. વર્ષ 2011 ની જંત્રી કરતાં 2 હજાર ટકા કરતાં વધારે વધારો જોવા મળી રહ્યો છે. આ જંત્રીના ભાવમાં થયેલો વધારો સામાન્ય જનતા પર ભારે અસર કરશે જેથી આટલા મોટાં ધારખમ વધારાને સરકારે પરત લેવો જોઈએ. આ બાબતનો વિરોધ નોંધાવવા માટે ક્રેડાઇ વડોદરા અને અન્ય અસરગ્રસ્ત ખેડૂતો સહિત કેટલીક સંસ્થાઓ મારી સાથે જોડાઇ છે અને સરકાર સામે વિરોધ નોંધાવવા માટે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે.

આ અંગે રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ બેઠક કરવામાં આવી છે. આ બાબતે પણ જ્યાં પણ ધરખમ વધારો થયો છે ત્યાં તે બાબતે ફરી વિચારણા થશે તેવી વાત કરવામાં આવી છે અને હૈયાધારણા આપ્યાં બાદ નિર્ણય લેવાશે તેવી વાત કરવામા આવી છે. જંત્રીના ભાવ અંગે એસી કેબીનમાં બેસીને જંત્રી નક્કી કરવામાં આવી છે કેવી રીતે ન હોવું જોઈએ. યોગ્ય વેલ્યુએશનના આધારે જંત્રીનો ભાવ નક્કી કરવો જોઈએ તેવી અમારી માંગ છે.આ અંગે કલેક્ટર બિજલ શાહે જણાવ્યુ હતુ કે, આજે બધાજ ક્રેડાઈના આગેવાનો એક સાથે આવી જંત્રીના ભાવ અંગે રજુઆત છે. આ બાબતની ચકાસણી બાદ નિર્ણય લેવાશે. આજે આવેદન પત્ર આપ્યું છે, આ બાબતે અમે સરકારમાં મોકલી આપીશું. આ સરકાર દ્વાર પેરામીટર આધારે નક્કી કરવામાં આવતાં હૉય છે. આ ક્રેડાઈની રજુઆત અમે સરકાર સમક્ષ મુકીશું અને જે કોઈ ફેરફાર લાગશે તે સરકાર કરશે.

CREDAI દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકારે જે વાંધા-સૂચનો મગાવ્યાં છે એ ઓનલાઇન મગાવવામાં આવ્યાં છે, પરંતુ દરેક વ્યક્તિ ઓનલાઈન વાંધા-સૂચન રજૂ કરી શકે નહીં. ખાસ કરીને ખેડૂતો અને સામાન્ય માણસો ઓનલાઇન પ્રક્રિયા કરવા જાય તોપણ તેમને તકલીફ પડે છે. બિલ્ડરો દ્વારા પણ પોતાનાં વાંધા-સૂચન ઓનલાઇન કરવામાં આવ્યાં, એમાં પણ ખૂબ વધારે તકલીફ પડે છે. ઝડપથી ઓટીપી મળતા નથી. ઘણી બધી વિગતો એમાં ભરવી પડે છે. KYCમાં ખૂબ તકલીફ પડે છે, જેના કારણે બધી સૂચન-પ્રક્રિયા ઓનલાઇનની સાથે હવે ઓફલાઈન પણ કરવાની માગ કરવામાં આવી રહી છે. કલેક્ટર ઓફિસ અથવા તો મામલતદાર ઓફિસમાં સૂચિત જંત્રીદરના વધારા સામે વાંધા-સૂચન માટેની ઓફલાઈન વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેનાથી સામાન્ય માણસો અને ખેડૂતો પણ સરળતાથી પોતાની વાત રજૂ કરી શકે.

Share :

Leave a Comments