જેલ રોડ પાણીની ટાંકીની કામગીરી પૂરી થતાં દોઢ-બે મહિના લાગશે!, ફિનિશિંગ-મશીનરીનું કામ બાકી

5 વર્ષના સંચાલન-નિભાવણી સાથે કોર્પોરેશન દ્વારા 9.89 કરોડના ખર્ચે બની રહી છે

MailVadodara.com - It-will-take-one-and-a-half-to-two-months-to-complete-the-Jail-Road-water-tank-pending-the-finishing-machinery-work

- 47 વર્ષ જૂની ટાંકીનું સપોર્ટિંગ સ્ટ્રક્ચર નબળું પડી જતાં તેને તોડીને 18 લાખ પાણીની લિટરની ક્ષમતા સાથે નવી બનાવવામાં આવી રહી છે!

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી જેલ રોડ ખાતે ઉંચી ટાંકી બાંધવાનું કામ થઈ રહ્યું છે. પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ઉભું થઈ ગયું છે, એટલે કે ટાંકી બંધાઈ ગઈ છે, પરંતુ ફિનિશિંગ અને મશીનરીનું કામ બાકી છે. મશીનરી આવી ગઈ છે. ટાંકી શરૂ થતાં હજુ દોઢ-બે મહિનાનો સમય નીકળી જાય તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે.


વડોદરામાં જેલ રોડ ખાતે 1971માં પાણીની ઊંચી ટાંકી બાંધવામાં આવી હતી. જે 47 વર્ષ જૂની થઈ ગઈ હોવાથી ટાંકીનું સપોર્ટિંગ સ્ટ્રક્ચર નબળું પડી ગયું હતું. જેથી ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય અને પાણી પુરવઠાને અસર ન પડે તેને ધ્યાનમાં રાખીને ટાંકી તોડી પાડવામાં આવી હતી. હવે આ સ્થળે નવી ઊંચી ટાંકી, પંપ હાઉસ, ટ્રાન્સફોર્મર રૂમ, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ પંપિંગ મશીનરી સાધનો ફીટ કરવા અને પાંચ વર્ષનું સંચાલન અને નિભાવણી  સહિતનું કામ હાથ પર લેવા આયોજન કરાયું હતું. ઉંચી ટાંકી 18 લાખ પાણીની લિટરની ક્ષમતા સાથેની બનાવવામાં આવી છે. સંચાલન અને નિભાવણી સાથે 7.08 કરોડના ખર્ચના અંદાજ સાથે ટેન્ડરો ચાર વખત મંગાવ્યા હતા. જેમાં છેવટે અંદાજ કરતા 47.14 ટકા વધુ ભાવે 9.89.60.509 નું ટેન્ડર મંજૂર કરાયું હતું. ટાંકીનું કામ પૂર્ણ થતા જેલ રોડ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ થશે અને નાગરિકોને પૂરતા પ્રેશરથી પૂરતું પાણી મળશે તેમ તંત્રનું માનવું છે.

Share :

Leave a Comments