વડોદરાના ગોવર્ધન નાથજીની હવેલી પાસે બીઓબી બેન્કની સામે બીપીસી રોડ પર વધુ એક મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો છે. આ ભૂવો એટલો મોટો છે કે ભુવો વધતો જાય છે. હાલ ટુ-વ્હિલર મૂકીને ભુવાને કોર્ડન કરવામાં આવ્યું છે જ્યારે વડોદરા શહેરમાં અનેક ભુવાઓ પડ્યા છે હાલમાં કામગીરી ચાલુ પણ છે. આજે એક વધુ મોટો ભુવો પડ્યો જ્યારે ભુવાની જાણ થતા ધારાસભ્ય ચેતન્યભાઈ દેસાઈ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓ સાથે વાત કરી જલ્દીમાં જલ્દી કામગીરી પૂર્ણ થશે તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું.