વારસિયા વિસ્તારમાંથી આઇપીએલ મેચ ઉપર સટ્ટો રમતા ઇસમ ઝડપાયો

SOG પોલીસની ટીમે આરોપીને વારસિયા પોલીસ મથકે સોંપ્યો

MailVadodara.com - Isam-was-caught-betting-on-IPL-matches-from-Warsia-area

- ન્યુ સમા રોડના આથિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા રોહન પરમાર પાસેથી મોબાઇલ ફોન અને રોકડ મળી ૬ હજારનો મુદ્દામાલ કબજે

વડોદરાના વારસિયા વિસ્તારમાંથી આઇ.પી.એલ. મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા ઇસમને એસઓજી પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


વડોદરા એસઓજી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન એસઓજી પોલીસની ટીમને વારસીયા રીંગ રોડ પરના નીલેક્ષ સિતારે કોમ્પ્લેક્ષ પાસે એક ઇસમ મોબાઇલ ફોન ઉપર મુંબઇ ઇન્ડીયન અને રાજસ્થાન રોયલ વચ્ચેની આઇ.પી.એલ. મેચ લાઇવ જોઇ સટ્ટો રમતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે દરોડો પાડી રોહન પરમારને મોબાઇલ ઉપર બેટ ફ્લેશ ૨૪૭. કોમ નામની વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી પાડયો હતો. એસઓજી પોલીસે ન્યુ સમા રોડના આથિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા રોહન પરમાર પાસેથી એક મોબાઇલ ફોન અને રોકડા મળી ૬,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. SOGની ટીમે રોહનને વારસિયા પોલીસ મથકે સોંપ્યો હતો.

Share :

Leave a Comments