વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતા વિકાસના કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે અધિકારીઓને સૂચના આપી છે.
રાજ્ય સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરી (શહેરી વિકાસ અને ગૃહ નિર્માણના) અશ્વિનીકુમાર આજે વડોદરા કોર્પોરેશન ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે કોર્પોરેશનના વિવિધ વિભાગો દ્વારા થતી વિકાસલક્ષી કામગીરીના પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. ખાસ કરીને શહેરી વિકાસ વિભાગ હસ્તક આવતા સ્માર્ટ સિટી, અમૃતમ યોજના, પીએમ ગતિશક્તિ, ટીપી સ્કીમ અને અર્બન ગ્રીન પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય સરકારની સૂચના અંતર્ગત હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ પૈકી વડોદરા શહેરમાં આ પ્રોજેક્ટમાં કામગીરી કયા સ્થળે પહોંચી છે? અને હાલ તેનું શું સ્ટેટસ છે? તેની તેમણે જાત માહિતી મેળવી હતી.
આ દરમિયાન કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ઉપરાંત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. જ્યાં કચાસ હશે તેમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની રીવ્યુ મિટીંગમાં વડોદરા કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.