શહેરના ચારેય ઝોનમાં 358 સ્થળોની તપાસ કરી, 114 સંસ્થાને નોટીસ આપી 316 એકમો સીલ કર્યાં

રાજકોટ ઘટના બાદ વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં તંત્રની ટીમો ત્રાટકી

MailVadodara.com - Inspected-358-places-in-all-four-zones-of-the-city-issued-notices-to-114-institutions-and-sealed-316-units

- ઉતર ઝોનમાં 113 એકમો અને દક્ષિણ ઝોનમાં 316 એકમો સીલ કરાયા

- પૂર્વ ઝોનમાં કુલ 28 સ્થળોની તપાસ કરી 25 સંસ્થાને નોટીસ આપવામાં આવી


વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલી હોસ્પિટલો, શાળાઓ, ટયુશન કલાસિસ, હોટલ, રેસ્ટોરન્ટ, કાફે, મોલ્સ, શો રૂમ્સ, વ્યાપારી સંસ્થાઓ, ફિટનેસ સેન્ટર, કોલ સેન્ટર્સ, ફર્નિચર મોલ્સ, ગાદલાની દુકાનો, પ્લે સ્કુલ વગેરેમાં ફાયર સેફટી અને અન્ય એન્જિનિયરિંગ સંલગ્ન બાબતો જેવી કે સિવિલ, ઇલેકટ્રીકલ, મિકેનિકલ બાબતોના ધારાધોરણોનું પાલન કરવામાં આવે છે કે કેમ તથા બાંધકામ પરવાનગી, ઓક્યુપેશન સર્ટિફિકેટમાં જણાવેલી બાબતોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે બાબતોની ચકાસણી કરવા ફાયર ડિપાર્ટમેન્ટની 6 ટીમો અને ઝોન દીઠ 2 ટીમો મળી કુલ 14 ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.


શહેરના વિવિધ 4 ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઉતર ઝોનમાં કુલ 115 સ્થળો પર તપાસ કરી કુલ 115 સંસ્થાને નોટિસ આપવામાં આવી હતી. જે પૈકી અભિલાષા સ્કવેર, વિષ્મય કોમ્પલેક્સ, શ્રીરામ વિજય સો મીલ, પટેલ સો મીલ, પાટીદાર સો મીલ, સીંદલાલ ટાવર, મોનાલીસા કોમ્પલેક્સ, એસેન્ટ એજ્યુકેશન સેન્ટર સહીતના કુલ 113 એકમોને સીલ કરવામાં આવ્યા હતા.


પૂર્વ ઝોનમાં કુલ 28 સ્થળોની તપાસ કરી 25 સંસ્થાને નોટીસ આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં કુલ 13 સ્થળોની તપાસ કરી 5 નોટિસ આપવામાં આવી છે અને દર્પણ કોમ્પલેક્સ, કેતન મેવાડા વુડ વર્કસ, પાર્વતી ટીમ્બર, લક્ષ્મીનારાયણ સો મીલ, ગુજરાત ટીમ્બર સહીતના કૂલ 5 એકમોને સીલ કરવામાં આવ્યા હતા,

દક્ષિણ ઝોનમાં કુલ 11 સ્થળો પર 202 મિલ્કતોની તપાસ કરી કુલ 3 નોટિસ આપવામાં આવી છે, જે પૈકી ન્યુ શ્રીજી, રાધે ટાઈલ્સ, સાંઈરામ વુડઝ, શ્રીજી એન્ટરપ્રાઈઝ, ગીરીરાજ એક્સટ્રીમ, એમ.કે એન્ટરપ્રાઈઝ, જે. કે એન્ટરપ્રાઈઝ, શ્રી માધવ સીરામીક, સાંઈરામ ટેડર્સ, બાપાજી ટાઈલ્સ, સરસ્વતી કોમ્પલેક્સ સહીતની કુલ 198 મિલ્કતોને સીલ કરવામાં આવી હતી. આમ ચારે ઝોનમાં મળી કુલ 358 સ્થળોની તપાસ કરી કુલ 114 સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી જ્યારે કુલ 316 એકમો સીલ કરવામાં આવ્યા હતા.


આ ઉપરાંત ફાયર ડિપાર્ટમેન્ટની 6 ટીમો દ્વારા પણ યુનિટી હોસ્પિટલ (ગોત્રી), ભાઈલાલ અમીન હોસ્પિટલ (ગોરવા), પ્રિશા હોસ્પીટલ (સંપતરાવ કોલોની), વિનસ હોસ્પિટલ (ઓપી રોડ), ગેસ્ટ્રો કેર હોસપિટલ (અકોટા), બરોડા હર્ષ ઇન્સ્ટિટયૂટ એન્ડ રિસર્ચ સેન્ટર (ઓપી રોડ), પેરેમાઉન્ટ ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટર (અલકાપુરી), બરોડા સીટી હોસ્પિટલ (તાંદલજા), ઇશિતા હોસ્પિટલ (વાસણા રોડ), સર્વ હોસ્પિટલ અક્ષર (વાસણા રોડ), સમર્પણ હોસ્પિટલ (વાઘોડિયા રોડ), ન્યુ કેર ક્લિનિક એન્ડ રિહેબ સેન્ટર (દાંડિયા બજાર) કુલ 13 હોસ્પિટલો, નવયુગ વિદ્યાલય ઇંગ્લિશ મિડિયમ (સમા), નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ (સમા), બ્રાઇટ સ્કૂલ (વાસણા) 3 સ્કુલ, ડિમાર્ટ (વાઘોડિયા રોડ), મિરાજ સિનેમા (સન ફાર્મા રોડ), બન્સલ મોલની ઉપર મુવી પ્લેક્સ સિનેમા (ગોત્રી), અર્થ Eon સિનેમાર્ટ (ખોડીયાર નગર) 4 સિનેમા હોલ અને ગુરુદ્વારા (ખંડેરાવ માર્કેટ), લાલ ચર્ચ (ફતેગંજ), જુમ્મા મસ્જિદ (ગૅડીગેટ), BAPS સ્વામિનારાયણ મંદિર (અટલાદરા) 4 ધાર્મિક સ્થળો મળી કુલ 25 સ્થળોની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 24 એકમોને બી-10 નોટીસ આપવામાં આવી છે.


આ ઉપરાંત ટાઉન ડેવલોપમેન્ટ શાખા દ્વારા પણ આજ રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત ટ્યુશન ક્લાસિસ, કોચિંગ ક્લાસિસ, પ્લે સેન્ટરની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જે પૈકી 2 હોસ્પિટલ, 2 ટ્યુશન ક્લાસ, 3 પ્લેગૃપ તેમજ અન્ય 17 એકમોની તપાસ કરી કૂલ 24 એકમોને સીલ કરવામાં આવ્યા હતા.

Share :

Leave a Comments