- કેદીનું મોત થતાં સેન્ટ્રલ જેલના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા
વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદીને હાર્ટ એટેક આવતા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જેથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.
વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના 53 વર્ષીય કેદી અશોક કરશનભાઇ રાઠોડની તબિયત ગઇકાલે બપોરે અચાનક જ બગડી હતી. જેને પગલે તુરંત જ તેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સયાજી હોસ્પિટલના તબીબે 3.15 વાગ્યે મૃત જાહેર કર્યો હતો. કેદીનું મોત થતાં સેન્ટ્રલ જેલના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને કેદીના મૃતદેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપ્યો હતો.
ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. મૃતક છાણી વિસ્તારમાં આવેલ દિવ્ય લવપાર્ક સોસાયટીનો રહેવાસી હતો અને વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામનો કેદી હતો. પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી, જેથી તેના પરિવારજનો તુરંત જ સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને કેદીના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો.