સાયબર ફ્રોડનો ભોગ બનતા ગ્રામજનોને જાગૃત કરવા વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા માહિતી અપાઇ

તાત્કાલીક હેલ્પ લાઇન નંબર 1930 પર ફરિયાદ કરવા પોલીસની અપીલ

MailVadodara.com - Information-was-given-by-Vadodara-Village-Police-to-make-the-villagers-aware-of-the-victims-of-cyber-fraud

- લાલચમાં આવી કોઈને OTP આપવા કે લિંક ખોલતા પહેલા સાવધાન


આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં દિન-પ્રતિદિન છેતરપિંડી અંગેની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ભોગ બનનાર વ્યક્તિના પૈસા કોઈ થર્ડ પાર્ટી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તેને લાલચ આપી તે નાણા ઠગબાજો કઢાવતા હોય છે. ઘણીવાર નિર્દોષ વ્યક્તિ આનો ભોગ બનતો હોય છે, ત્યારે હવે આખા એકાઉન્ટના બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલ ચોક્કસ રકમને જ ફ્રીઝ કરાશે. હવે નાના વેપારીઓ કે મધ્યમ વર્ગના વ્યક્તિઓને હેરાન પરેશાન થવું નહીં પડે.


આ અંગે ગ્રામ્ય ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બી. એચ. ચાવડાએ જણાવ્યું હતું કે, હાલમાં ટેકનોલોજીનો યુગ છે. આપ સૌ જાણો છો કે પહેલા જે ગુનાઓ બનતા હતા, તેમાં લૂંટ, ચોરી પહેલાં પ્રત્યક્ષ રીતે થતાં હતાં. હવે ઓનલાઇન ફ્રોડ અને ઓનલાઇન ચોરી થઈ રહી છે. આ ચોરી અટકાવવા માટે સરકાર સહિત પોલીસ કટિબદ્ધ છે. હાલમાં આ બાબતે તમામ જ્ગ્યાએ ક્રાઈમ પોલીસ મથકો ખોલવામાં આવ્યા છે. જ્યારે સરકાર દ્વારા એક હેલ્પલાઇન નંબર 1930 પણ જાહેર કરવામાં આવ્યું છે.


વધુમા કહ્યું કે, જે કોઈ વ્યક્તિ પ્રોડક્ટ બને છે તે વ્યક્તિ તાત્કાલિક આ નંબર પર સંપર્ક કરી અને પોતાનું એકાઉન્ટ બ્લોક થઈ શકે તે પ્રકારની કમ્પ્લેન કરે તો સરળતાથી ગયેલા નાણાંની પરત લાવી શકાય છે. વર્ષ 2023માં 20 કરોડ જેટલા રૂપિયા સરકારે પાછા અપાવ્યા છે. વર્ષ 2024માં 55 કરોડ રૂપિયા પરત અપાવ્યા છે. આ ગુનામાં જે એકાઉન્ટમાં ફ્રીઝ થયુ હોય તે એકાઉન્ટ હોલ્ડરને ખૂબ જ તકલીફ પડતી હોય છે. આ અનુસંધાને હવે કેટલી રકમ ફ્રોડ આવી હશે, તેટલું જ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે. આ બાબતે ઘણી બધી જાહેરાતો અને અવરનેસ લાવવામાં આવે છે. પરંતુ ફરી એકવાર જ્યારે કોઈ આવી ઘટના બની છે તો સરકારના હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરતા તાત્કાલિક ફરિયાદ કરવામાં આવે તેવી અપીલ છે.

વધુમાં કહ્યું કે, જે કોઈ વ્યક્તિનો રોલ નથી અને તેનું એકાઉન્ટ જો ફ્રીઝ થયું હોય તો તે પોતાના પુરાવા લઇ પોલીસનો સંપર્ક કરી શકે છે. ત્યારબાદ તપાસ થશે અને જો કોઈ ત્રુટી નહીં હોય તો તેનું એકાઉન્ટ ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે અત્યારના સમયે ઓનલાઇન ફ્રોડ થઈ રહેશે. જ્યારે લાલચમાં આવીને કોઈને ઓટીપી આપી દેવો, લિંક પર ક્લિક કરો જે યોગ્ય હોતું નથી. આખરે નાણા જતા હોય છે, ત્યારે ખૂબ સાવચેતી પૂર્વક ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવામાં આવે તેવી અપીલ છે.

Share :

Leave a Comments