- સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને CCTV કેમેરા પણ ઉપલબ્ધ રહેશે
- ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી, ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું
ભારતીય રેલ્વે અને IRCTC દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત” અને ‘દેખો અપના દેશ’ અંતર્ગત ધાર્મિક પ્રવાસોનું અયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આગામી સમયમાં શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે આ માસમાં જ્યોતિર્લિંગ યાત્રાની માંગ વધતી હોય છે. ભારત ગૌરવ ટ્રેન હેઠળ આગામી तारी५ 03/08/2024થી 12/08/2024 (9 રાત્રિरात्री / 10 દિવસ) રાજકોટથી પ્રસ્થાન થશે. આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર - વિરમગામ - સાબરમતી - નડિયાદ - આણંદ - છાયાપુરી (વડોદરા) - ગોધરા - દાહોદ - મેઘનગર રતલામથી બેસી શકે છે. આ યાત્રા દરમિયાન IRCTC મહાકાલેશ્વર- ઓમકારેશ્વર - ત્ર્યંબકેશ્વર - ભીમાશંકર- ગ્રિષ્ણેશ્વર - પરલી વૈજનાથ - મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરાવશે.
IRCTC તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. આધુનિક કિચન કાર મુસાફરોને તેમની સીટ પર જ સ્વાદિષ્ટ શાકાહારી ભોજન આપશે. મુસાફરોને મનોરંજન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને CCTV કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટૂર પેકેજની કિંમતમાં, IRCTC મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત સ્વાદિષ્ટ શાકાહારી ભોજન, બસ દ્વારા પ્રવાસન સ્થળોની મુલાકાત, હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડશે. આ અંતર્ગત, પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં સ્ટાન્ડર્ડ ક્લાસ (સ્લીપર) માટે રૂ.20,900, કમ્ફર્ટ ક્લાસ -3AC માટે રૂ. 34,500 અને સુપિરિયર ક્લાસ- 2AC માટે રૂ.48,900ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે.
IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું છે, હવે પેકેજ બુક કરો EMIથી આ સુવિધા ફક્ત ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ છે. બુકિંગ માટે IRCTCनी वेनसाधेछंट (www.irctctourism.com) પર લોગીન કરો અથવા અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન ટૂર પેકેજ બુક કરાવી શકો છો. રસ ધરાવતા પ્રવાસીઓ ટુર પ્રોગ્રામ માટે વ્હોટ્સએપ (9653661717) અથવા ઇમેઇલ: roadi@irctc.com પર કરી શકો છો. આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે IRCTCની ઓફિસમાં સંપર્ક કરવો.