વાધોડિયાના અપક્ષ ધારાસભ્ય ભાજપમાં જોડાવા રાજીનામુ આપશે..?

"આપ મુજે અચ્છે લગને લગે..."

MailVadodara.com - Independent-MLA-from-Wadhodia-will-resign-to-join-BJP

- વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા બાદ ભાજપને હવે ધર્મેન્દ્રસિંહ ગમવા લાગ્યા..!!

- ધર્મેન્દ્રસિંહ ભાજપમાંથી  લઢશે તો મધુ શ્રીવાસત્વ કોંગ્રેસમાંથી લઢે એવી અટકળો..!!


રાજકારણમાં ક્યાં નેતા કયારે શું કરશે એ કહેવું મુશ્કેલ છે. વાઘોડિયામાં અપક્ષ તરીકે જીતેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હવે ભાજપનો કેશરીયો ધારણ કરવા રાજીનામુ આપશે એવી અટકલોએ જોર પકડ્યું છે.

      રાજકારણમાં ગમો અણગમો ચૂંટણી પૂરતો જ હોય છે. આ તથ્ય વિધાનસભાની વાઘોડિયા બેઠક માટે તાજેતરમાં ચાલી રહેલી ચર્ચા મુજબ બંધ બેસતું સાબિત થાય છે. વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પર ટિકિટ માંગી રહેલા વિજયના પ્રબળ દાવેદાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપને  જે તે સમયે ના ગમ્યા અને ભાજપે તત્કાલીન ધારાસભ્ય મધુ શ્રીવાસત્વ ની ટિકિટ કાપી અશ્વિન પટેલને ટિકિટ આપી. જો કે ભાજપ વાઘોડિયા બેઠક પર ઉમેદવાર ની પસંદગીમાં થાપ ખાઈ ગયું અને અશ્વિન પટેલ ની ભૂંડી હાર થઈ. ધર્મેન્દ્રસિંહે મધુ શ્રીવાસત્વ અને અશ્વિન પટેલને હરાવી ભવ્ય વિજય મેળવ્યો. કોંગ્રેસે પણ ભાજપની જેમ ઉમેદવાર પસંદ કરવામાં ગોથું ખાધું અને સત્યજીત ગાયકવાડને ટિકિટ આપી હાર વ્હોરી લીધી. ચૂંટણી પતિ ગયા પછી હવે ધર્મેન્દ્રસિંહને ભાજપ ગમવા લાગ્યું અને ભાજપને  ધર્મેન્દ્રસિંહ.. આધારભુત વર્તુળોથી મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રસિંહ અને ભાજપ હાઇકમાન્ડ ટૂંક સમયમાં "હમ સાથ સાથ હૈ " ના સ્વરૂપમાં જોવા મળશે. ધર્મેન્દ્રસિંહ રાજીનામુ આપશે અને પેટા ચૂંટણી થશે જેમાં ધર્મેન્દ્રસિંહ ભાજપના ઉમેદવાર હશે.. આવી અટકળો વચ્ચે રાજકારણમાં સક્રિય રહેવા મધુ શ્રીવાસત્વ પણ કોંગ્રેસના શરણે જશે. જો ધર્મેન્દ્રસિંહ રાજીનામુ આપે અને પેટા ચૂંટણી થાય તો મધુ શ્રીવાસત્વ કોંગ્રેસના ઉમેદવાર બને તો નવાઈ નહીં. ટૂંકમાં અપક્ષ  ધારાસભ્ય ભાજપના ઉમેદવાર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે અને વર્ચસ્વનો જંગ જોવા મળશે. એમ પણ કહેવાય છે બીજા પાંચ ધારાસભ્યો પણ ધર્મેન્દ્રસિંહ ની જેમ રાજીનામુ આપવા તૈયાર છે. જો ભાજપનું ગણિત આયોજન મુજબ સફળ રહેશે તો આગામી લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ શકે છે...

Share :

Leave a Comments