વડોદરા કોર્પોરેશન દ્વારા આજથી બાકી વેરા ઉપર પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના શરૂ

આજથી આગામી 31 માર્ચ સુધી આ યોજના ચાલુ રહેશે

MailVadodara.com - Incentive-interest-compensation-scheme-on-tax-arrears-started-by-Vadodara-Corporation-from-today

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી તારીખ 31 માર્ચ સુધી ભાડા આકારણી અને ક્ષેત્રફળ આધારિત આકારણીમાં બાકી પડતા વેરા ઉપર પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના શરૂ કરવામાં આવી છે. ભાડા આકારણી પદ્ધતિ મુજબ તારીખ 1-4-2003થી અત્યાર સુધીનો બાકી પ્રોપર્ટી ટેક્સ એક સાથે ભરી દે તો નક્કી કરેલા ટકા મુજબ પ્રોત્સાહક વ્યાજ વળતર અપાશે. જ્યારે ક્ષેત્રફળ આધારિત આકારણીમાં વર્ષ 2003થી અત્યાર સુધીનો બાકી વેરો ભરી દે તો એમાં પણ નક્કી કરેલા ટકા મુજબ પ્રોત્સાહક વ્યાજ વળતર અપાશે.ભાડા આકારણી મુજબ વેરો બાકી હોય પણ ક્ષેત્રફળ આધારિત પદ્ધતિ મુજબ અત્યાર સુધીનો બાકી વેરો ભરી દે તો તેને પણ આ યોજનાનો લાભ કોર્પોરેશન આપશે.

વડોદરા કોર્પોરેશનની મિલકતવેરાની અને વ્યવસાય વેરા સહિતના વેરાની આવકનો લક્ષ્યાંક આ વખતે 630 કરોડ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં મિલકતવેરાના 550 કરોડ છે, જે પૈકી 418 કરોડની વસૂલાત આજ સુધી થઈ શકી છે. ક્ષેત્રફળ આધારિત વેરો લેવાની પ્રથા શરૂ થઈ તે પહેલા અગાઉ ભાડા આકારણી પદ્ધતિ મુજબ વેરો વસૂલ કરવામાં આવતો હતો અને તેના 23.63 કરોડ હજુ બાકી છે. આ રકમ વિવાદી હોવાથી કોઈ ભરપાઈ કરતું નથી.

Share :

Leave a Comments