વડોદરા કલેક્ટર કચેરીમાં યોજાયેલા ઓપન હાઉસમાં 11 કેસોનો સકારાત્મક ઉકેલ આવતા ઠરાવ પર લેવાશે

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓપન હાઉસનો બીજો તબક્કો યોજાયો હતો

MailVadodara.com - In-the-open-house-held-at-the-Vadodara-Collector-office-positive-resolution-of-11-cases-will-be-taken-on-the-following-resolution

- જમીન મહેસૂલ અધિનિયમ હેઠળની આ 39 અરજીઓ પૈકી ઉપસ્થિત 16 અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા

મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ અને પારદર્શિતા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપન હાઉસનો બીજો તબક્કો કલેક્ટર કચેરીમાં યોજવામાં આવ્યો હતો. જેમાં જમીન મહેસૂલ અધિનિયમની વિવિધ કલમો હેઠળની અરજીઓનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

કલેક્ટર બિજલ શાહે જણાવ્યું કે, ટૂંકા જ સમયગાળામાં આ બીજું ઓપન હાઉસ યોજવામાં આવ્યું હતું. જેમાં કુલ 39 અરજીઓ લેવામાં આવી હતી અને તેના અરજદારોને ઉપસ્થિત રહેવા માટે જાણ કરવામાં આવી હતી.

જમીન મહેસૂલ અધિનિયમ હેઠળની આ 39 અરજીઓ પૈકી ઉપસ્થિત 16 અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. જેમાંથી 11 અરજીઓનો સકારાત્મક નિકાલ કરી તેને ઠરાવ ઉપર લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પાંચ અરજદારોને ખૂટતા દસ્તાવેજો પૂર્ણ કરવા, નિયમ અનુસારની પ્રક્રીયાઓ કરવા માટે સમજૂત કરવામાં આવ્યા હતા. આ ઓપન હાઉસમાં નાયબ કલેક્ટર અમિત પરમાર, પ્રતીક પટેલ પણ જોડાયા હતા.

Share :

Leave a Comments