વડોદરાના યુવકને લંડનની યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાના નામે ભેજાબાજે રૂા.24 લાખ પડાવ્યા

નવાપુરા ફળીયામાં રહેતા જયરુતભાઇ પટેલે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - In-the-name-of-admitting-a-Vadodara-youth-to-a-London-university-Margabaj-extorted-Rs-24-lakhs

વડોદરા શહેરના 22 વર્ષીય યુવકને લંડનની યુનિવર્સિટી ઓફ સ્ટ્રેટક્લાઇડ ગ્લાસમાં એડમિશન અપાવવાના નામે ભેજાબાજે 24 લાખ પડાવ્યા છે. યુવકે આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. છાણી પોલીસે યુવકની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના છાણી ગામમાં આવેલા નવાપુરા ફળીયામાં રહેતા 22 વર્ષીય જયરુતભાઇ બચુભાઇ પટેલે છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ખાનગી રિસોર્ટમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરું છું. મારે વધુ અભ્યાસ માટે લંડન જવું હતું. જેથી મારા પાડોશી આશિષ પટેલને પણ લંડન જવું હોવાથી તેને પુછ્યું હતું. જેથી તેણે મને કહ્યું હતું કે, વાઘોડિયા ખાતે રહેતા અને એમ.કે. ઇમિગ્રેશન કન્સ્ટલટન્સીનું કામ કરતા મયુર બિપીનભાઇ પટેલનો પાસેથી મેં લંડન જવા માટેની પ્રોસેસ કરાવી હતી. લંડનની યુનિવર્સિટી ઓફ સ્ટ્રેટક્લાઇડ ગ્લાસમાં એડમિશન અપાવવા, ત્યાં રહેવા, જમવા અને ફી મળી કૂલ 26 લાખ રૂપિયા થશે તેવું નક્કી કર્યું છે. જેથી મેં પણ તેનો સંપર્ક કરાવવા માટે આશિષ પટેલને કહ્યું હતું. ત્યાર બાદ 5 ડિસેમ્બર-2022ના રોજ મયુર પટેલ મારા ઘરે આવ્યા હતા અને તેના કહેવા પ્રમાણે વિઝાની પ્રોસેસ કરવા માટે મારા પિતાએ તેને 3 લાખ રૂપિયા તેને આપ્યા હતા. અઠવાડિયા પછી તેને પ્રોસેસ કરવા માટેની તેની ફી અઢી લાખ રૂપિયા માગી હતી. તે પણ મારા પિતાએ તેને આપી દીધી હતી. ત્યાર બાદ તેને 6 જાન્યુઆરી 2023ના રોજ કોલેજનો ઓફર લેટર અમને મોકલ્યો હતો. જેની ઉપર યુનિવર્સિટી ઓફ સ્ટ્રેટક્લાઇડ ગ્લાસનું ટાઇમ ટેબલ લખ્યું હતું. ત્યાર બાદ તેના ઉપર વિશ્વાસ આવતા તેના કહેવા પ્રમાણે અવારનવાર લાખો રૂપિયા આપતા ગયા હતા.

ત્યાર બાદ 31 જાન્યુઆરી 2023ના રોજ તેણે મને યુનિવર્સિટી ઓફ સ્ટ્રેટક્લાઇડ ગ્લાસનમો સીએએસ લેટર મોકલ્યો હતો. તેમણે ફોન કરીને મને કહ્યું હતું કે, તારું એડમિશન કન્ફર્મ થઇ ગયું છે. હવે તમારે મેડિકલ ઇન્સ્યોરન્સ કરાવવાનો છે. જેનો ખર્ચ અઢી લાખ રૂપિયા થશે. જે પણ અમે ચૂકવી દીધા હતા. ત્યાર બાદ તેણે કોઇ પ્રોસેસ કરી નહોતી અને અમારો ફોન પણ ઉઠાવતો નહોતો. વાઘોડિયા જઇને તપાસ કરતા તે મળ્યો નહોતો અને જાણવા મળ્યું હતું કે, તેણે ઘણા લોકો સાથે છેતરપિંડી આચરી છે, જેથી તેણે અમારી સાથે 24 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. જેથી મેં છાણી પોલીસ સ્ટેશનમાં મયુર પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments