શહેરમાં શિવ પરિવાર દ્વારા શિવરાત્રિના મહાપર્વને લઇ તૈયારીઓ શરૂ, તા.8 માર્ચે શિવજી કી સવારી નીકળશે

કારેલીબાગ અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડમાં આવતીકાલે 3 માર્ચે ગીતા રબારી રમઝટ બોલાવશે

MailVadodara.com - In-the-city,-the-Shiv-family-has-started-preparations-for-the-great-festival-of-Shivratri-on-March-8-Shivji-ki-ride-will-take-place

- શિવજી કી સવારી, મહા શિવરાત્રિ પૂર્વે ઓસમાણ મીર અને સાંઈરામ દવે પર્ફોમ કરશે

- મહાશિવરાત્રિની બપોરે 3-30 કલાકે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નિકળશે


વડોદરા શહેરમાં શિવરાત્રિના મહાપર્વને લઇ શહેરમાં ધામધૂમથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને શિવ પરિવાર દ્વારા નીકળતી શિવજી કી સવારીની વિશેષ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શિવરાત્રિ પૂર્વે નામાંકિત કલાકારો દ્વારા પર્ફોમ કરી આ સવારીમાં તમામ નગરજનોને આહવાન કરવામાં આવશે.

વર્ષ 2013થી `શિવજી કી સવારી'ની નવી જ પરંપરાનો પ્રારંભ થયો હતો. પહેલી જ યાત્રામાં શહેરના લાખો શિવભક્તો આ યાત્રામાં જોડાયા અને જગન્નાથપુરીની રથયાત્રાની યાદ અપાવી હતી. વર્ષ 2013થી શિવજી કી સવારી વડોદરાનું વધુ એક નજરાણુ બની ગયું હતું અને આજે પણ આ પરંપરા ચાલી રહી છે. આગામી તારીખ 8 માર્ચને શુક્રવારના રોજ મહાશિવરાત્રિની બપોરે 3-30 કલાકે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નિકળશે. વર્ષોની પરંપરા મુજબ શિવજી કી સવારી વાડી-ચોખંડી- માંડવી- ન્યાયમંદિર-માર્કેટ-દાંડીયાબજાર થઇ સાંજે 7 કલાકે સુરસાગર પહોંચશે, જયાં 7.15 કલાકે મહાઆરતી યોજાશે.

મહાઆરતી બાદ શિવજી કી સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને ઉદયનારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કી સવારીનું સમાપન થશે. મહાશિવરાત્રિ પૂર્વે શહેરના કારેલીબાગ ખાતે આવેલ અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડમાં તારીખ 3 માર્ચના રોજ ગીતા રબારી, ગુજરાત હાઉસિંગ બોર્ડ ગ્રાઉન્ડ, સમતા પોલીસ સ્ટેશનની સામે, સમતા તારીખ 4 માર્ચના રોજ ઓસમાણ મીર અને ગંગાસાગર ગ્રાઉન્ડ, તરસાલી ખાતે આગામી તારીખ 6 માર્ચના રોજ સાંઈરામ દવે ઉપસ્થિત રહી પર્ફોમ કરશે.

Share :

Leave a Comments