વડોદરામાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદ અને રૂા. 2.94 કરોડ ચૂકવવા કોર્ટનો હુકમ

ચેક બેલેન્સના અભાવે રીટર્ન આવતા કન્સલટન્ટે કોર્ટમાં ફરિયાદ કરી હતી

MailVadodara.com - In-the-check-return-case-in-Vadodara-the-accused-was-sentenced-to-one-year-simple-imprisonment-and-Court-order-to-pay-2-94-crores

- કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ અને 2.94 કરોડ ચૂકવી આપવા હુકમ કર્યો, રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો

ખાનગી કંપનીને ફાઇનાન્સ કર્યા બાદ વડોદરાના કન્સલટન્ટને કમિશન પેટે મળવાપાત્ર 16.50 કરોડ પૈકી 2.94 કરોડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે લેવાના હતા. આથી બાકી પડતી રકમ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે રૂપિયા 2.94 કરોડના ચેક આપ્યા હતા. તે ચેક બેલેન્સના અભાવે રીટર્ન આવતા કન્સલટન્ટે કોર્ટમાં ફરિયાદ કરી હતી. 138 મુજબની ફરિયાદનો કેસ ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ અને રૂપિયા 2.94 કરોડ ચૂકવવા હુકમ કર્યો છે. અને રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, વડોદરાના સિવિલ એન્જિનિયર હેમંતકુમાર શાંતિલાલ શાહ (રહે- 101, ડ્રીમ હેરીટેજ, ચકલી સર્કલ, વડોદરા) ખાતે રહે છે. તેમણે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી કે, સમા વિસ્તારની શ્રીજી પાર્ક સોસાયટી ખાતે આવેલ સાઇફર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પુલક પ્રધ્યુમન દીવાનજી (રહે- મુંબઈ) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. દેશ-વિદેશમાંથી ફંડ લાવી ફાઇનાન્સનું કામ કરે છે. કરાર મુજબ મારી ટેકનિકલ કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરી એક કંપનીને ફાઇનાન્સ આપ્યું હતું. જેમાંથી કરાર મુજબ મને આરોપીના ભાગમાંથી મને 16.50 કરોડ મળવા પાત્ર થતા હતા. જોકે તે પેટે આરોપીએ આપેલા 2.94 કરોડના ચેકો પરત ફર્યા હતા.

ચેક પરત ફરતા હેમંતકુમાર શાહે તેઓના ધારાશાસ્ત્રી બી.એસ. પંચોલી મારફતે પુલક દીવાનજી વિરૂધ્ધ અત્રેની કોર્ટમાં ચેક રીટર્નની ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદનો કેસ ચિફ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ અને રૂપિયા 2.94 કરોડ ચૂકવી આપવા હુકમ કર્યો હતો. તે સાથે રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો.

કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી પોતે ઠરેલ વ્યક્તિ છે અને નાણાકીય વ્યવહારમાં ચેક આપવાની ગંભીરતા તેમને ખ્યાલ હોવો જોઈએ. ખોટા બચાવ લઈ સમય ખેંચ્યા બાદ કેસ ચાલતા દરમિયાન પણ આરોપી તરફે ફરિયાદીને ચેકની રકમ ચૂકવવામાં આવી નથી. બેલેન્સ ન હોવા છતાં ખોટા ચેકો આપવા આરોપી ટેવાયેલાનું જણાય છે. આમ, આરોપીની દાનત ફરિયાદીને રકમ પરત નહીં આપવાનું જણાય છે.

Share :

Leave a Comments