સ્વચ્છતામાં વડોદરા દેશમાં ૩૩ માં અને રાજ્યમાં ગાંધીનગર બાદ પાંચમા નંબરે

ફરી એકવાર વડોદરાના શાસકો નિષ્ફ્ળ..!

MailVadodara.com - In-terms-of-cleanliness-Vadodara-ranks-33rd-in-the-country-and-fifth-in-the-state-after-Gandhinagar

- વડોદરાના શાસકો સ્વચ્છતાના પાઠ ભણવા ઇન્દોર ગયા હતા કે પર્યટન કરવા..??

- સ્વચ્છતાના ઠેકાણા નથી અને શાસકો મેટ્રો ટ્રેનના સપના બતાવે છે..!!


નમાલા શાસકોના પાપે વડોદરા શહેર વિકાસમાં રાજ્યના ચાર મોટા શહેરમાં ચોથા નંબરે આવે છે. હવે સ્વછતામાં પણ વડોદરા રાજ્યમાં પાંચમા નંબરે આવ્યું છે. ગાંધીનગર પણ સ્વછતા માં વડોદરા કરતા આગળ નીકળી ગયું છે.

         વડોદરા શહેરના વિકાસ  બાદ સ્વછતામાં પણ શાસકોની અણ આવડત નું ગ્રહણ લાગ્યું છે.  ઘણા વર્ષોથી વડોદરા શહેર અન્ય શહેરની સ્પર્ધામાં છેલ્લા નંબરે આવે છે.  વિકાસની વાત હોય કે સ્વછતા ની.. વડોદરા હંમેશા પછાત રહ્યું છે. વડોદરાના વિકાસ આગળ જો કોઈ રોડા હોય તો એ વડોદરા ના શાસકો જ છે. છેલ્લા ૨૮ વર્ષથી સત્તારૂઢ ભાજપના શાસકો સમયાંતરે બદલાતા ગયા પરંતુ વડોદરા ની શકલ સુરત ના બદલાઈ. એક પછી એક મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ બદલાતા ગયા પરંતુ વડોદરાનો વિકાસ કરવામાં કોઈ સફળ થયું નથી. તાજેતરમાં માં સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી એ વડોદરા ને મેટ્રો ટ્રેનનું સપનું બતાવ્યું છે. જો કે એ પહેલા જ સ્વછતામાં  વડોદરાના પાંચમા નંબરે આવતા શહેરીજનોમાં શાસકોની આવડત સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. મોટી મોટી વાતો અને વાયદાઓ વચ્ચે આજે વડોદરાને સ્વછતામાં દેશમાં ૩૩ મો અને રાજ્યમાં ગાંધીનગર બાદ પાંચમો નંબર મળ્યો છે.


સુરતને દેશમાં પહેલો નંબર મળ્યો છે. સ્વછતાના નામે ઇન્દોરનો પ્રવાસ કરી આવેલા નેતાઓ ત્યાંની સિસ્ટમની કોપી કરવામાં પણ નિષ્ફ્ળ ગયા છે. જો કે અભ્યાસના નામે થતા પ્રવાસો આંટા ફેરા ને આશીર્વાદથી  વિશેષ હોતા નથી.  વડોદરા શહેરને પહેલો નંબર અપાવવામાં નિષ્ફ્ળ જવાનું ઠીકરુ તંત્ર અને શાસકો સ્વછતાના માપદંડ માં થયેલા ફરફારોને ઠેરવે છે. કેમેરા સામે આવ્યા વગર તેમનું કહેવું છે કે આ વર્ષે એક લાખ કરતા વધુ વસ્તીના શહેરો નો સમાવેશ કરવામાં આવ્યો જેના કારણે સ્પર્ધા વધી છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા ને શાંઘાઈ બનાવવાના સપનાને સાકાર કરવામાં તંત્ર અને શાસકો સદંતર નિષ્ફ્ળ ગયા છે એ હવે સાબિત થઈ રહ્યું છે.

Share :

Leave a Comments