- નિર્ધારિત સમયમાં માત્ર ૧૦ ટકા કામ કરનાર કોન્ટ્રકટરને બ્લેક લીસ્ટ કરતા અધિકારીઓના હાથ કેમ ધ્રૂજે છે ?
- જે વિસ્તારમાં પાણીની સમસ્યાનો ઉકેલ માટે લાઈન નાખવાની છે એ જ વિસ્તારના પાલિકાના એક હોદેદાર વહીવટ કરવા મેદાનમાં ઉતર્યા..!!
શહેરીજનો માટે પીવાના પાણી ની નવી લાઈન નાખવામાં અખાડા કરતાં કોન્ટ્રાકટર સામે પાલિકાનું વહીવટી તંત્ર નતમસ્તક થઈ ગયું છે. સમય મર્યાદામાં કામ પુરુ કરવામાં નિષ્ફ્ળ રહેલા કોન્ટ્રાકટર બ્લેક લિસ્ટ કરવાને બદલે પાલિકાના અધિકારીઓ તેને નોટિસ આપી સંતોષ માણી રહયા છે.
વડોદરા મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર કોન્ટ્રાકટરોને નતમસ્તક રહે છે એવા પુરાવા છાશવારે પ્રકાશમાં આવે છે. વડોદરા શહેરના પૂર્વ એને દક્ષિણ વિસ્તારમાં રહેતાં લોકો ને પીવાનું દુષિત પાણી મળતું હોવાની ફરિયાદ ઉઠી હતી. પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાના ભાગ રૂપે આજવાથી નિમેટા સુધી એને શહેર સુધી આવતી પાઈપલાઇન નવી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂપિયા ૬૮ કરોડ ના ખર્ચે નવી પાઇપલાઈન નાખવાનો કોન્ટ્રાકટ વેલજીરતન સોરઠીયા નામના કોન્ટ્રાકટર ને સપ્ટેમ્બર ૨૦૨૦ માં સોપાયો હતો. આ કામ માટે કોન્ટ્રાકટરને પાલિકા તરફથી ૧૫ માસ નો સમય ફાળવવામાં આવ્યો હતો. જો કે સોરઠીયા એ કામના પ્રારંભથી જ નીરસ્તા દાખવી હતી. પાલિકાનો નિર્ધારિત સમય ગત ડિસેમ્બર ૨૦૨૨ માં પૂરો થઈ ગયો છે. ૧૫ માસમાં સોરઠીયાએ માત્ર ૧૦ ટકા જેટલું જ કામ કર્યું છે. જેની સામે પાલિકાએ કોન્ટ્રાકટરને ૧૨ કરોડ જેટલી માતબર રકમ ચૂકવી દીધી છે. પાલિકાએ ચુકવેલી રકમ કુલ બિલના ૧૮ ટકા જેટલી થાય છે. કામમાં વિલંબ કરનાર કોન્ટ્રાકટરને નોટિસો જ પાઠવી સંતોષ માણ્યો છે. કોંગ્રેસ ના કાઉન્સિલર બાળું સૂર્વે એ પાલિકાના રેઢીયાર એને ભ્રષ્ટ વહીવટ સામે તપાસની માંગ કરી છે.
અહીં પાલિકાના સ્માર્ટ તંત્ર સામે સવાલો ઉઠે એ સ્વાભાવિક છે. કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરતાં પાલિકાના અધિકારીઓના હાથ કેમ ધ્રૂજે છે ?સમય મર્યાદામાં કામ પુરુ નહીં કરનાર કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરવાના નિયમને નેવે મુકવાની હિંમત કોને કરી ? પાલિકાને નુકસાનના ખાડા માં ઉતારનાર કોન્ટ્રાકટર પર કોના ચાર હાથ ? કામ ૧૦ ટકા કર્યું છે તો નાણાં ૧૮ જેટલાં કેમ ચૂકવાયા ?
આધારભુત વર્તુળોથી મળતી માહિતી મુજબ પાલિકાના એક હોદેદાર કોન્ટ્રાક્ટરના બચાવમાં મેદાનમાં ઉતર્યા છે. તમને જાણી ને નવાઈ લાગશે કે જે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ લાઈન નાખવાની છે એ બે પૈકી એક વિસ્તારમાં આ હોદેદાર રહે છે.