મુંબઇની ટ્રેન પકડવાની ઉતાવળમાં દંપતી ઘરે ભૂલી ગયેલું રૂા.6.80 લાખના દાગીના તસ્કરો ચોરી ગયા

પારસમણી સોસાયટીમાં રહેતા પરિવારે મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - In-a-hurry-to-catch-a-train-to-Mumbai-smugglers-stole-jewelery-worth-Rs-6-80-lakh-which-the-couple-had-left-behind-at-home

- દિલીપભાઇ બગડીયા લગ્નમાં લઇ જવા બેંકના લોકરમાંથી દાગીના લઈ આવ્યા હતા, પરંતુ ઉઠવામાં મોડું થતાં દાગીના ઘરે જ ભૂલી ગયા હતા

શહેરના મકરપુરા ઓએનજીસીની સામેની સોસાયટીમાં રહેતું દંપતી તેમની દીકરી અને દૌહિત્રીઓને અમેરીકા જવાનું હોવાથી તેઓ ટ્રેનમાં મુંબઈ ગયા હતા. આ ઉપરાંત મુંબઈમાં લગ્ન હોવાને કારણે વૃદ્ધ બેંકમાંથી દાગીના લઈ આવ્યા હતા. જોકે જે દિવસે ટ્રેન હતી તે દિવસે ઉઠવામાં મોડું થઈ જતા તેઓ દાગીના લઈ જવાનું ભૂલી જતાં ઘરમાંથી 6.80 લાખની ચોરી થઇ હતી.

વડોદરા શહેરના મકરપુરા ઓએનજીસીની સામેની પારસમણી સોસાયટીમાં રહેતા દિલીપભાઇ બગડીયા પોર જીઆઈડીસી ખાતે ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મરનો વ્યવસાય કરે છે. અમેરીકા ખાતે રહેતી તેમની મોટી દીકરી ક્ષમા તેમની બંને દીકરીઓ સાથે 4 જુલાઈએ વડોદરા આવી હતી. 15 દિવસ વડોદરા રહ્યા બાદ 19 જુલાઈએ દિલીપભાઈ તેમની પત્ની અને દીકરી-દૌહીત્રીઓ સાથે મુંબઈ ગયા હતાં. જ્યાંથી તેઓની અમેરીકાની ફ્લાઈટ હતી.

આ ઉપરાંત મુંબઈ ખાતે લગ્ન પણ હોવાથી મુંબઇ દાગીના લઇ જવા દિલીપભાઇ બગડીયા બેંકના લોકરમાંથી દાગીના લઈ આવ્યા હતા. જોકે 19 જુલાઈએ જ્યારે તેઓની 10 વાગ્યાની ટ્રેન હતી ત્યારે દિપકની પત્નીને ઉઠવામાં મોડું થઈ થતાં તેઓ દાગીના લઈ જવાનું ભૂલી ગયા હતા. 31 જૂલાઈએ દિલીપભાઈના મોટા ભાઈનો ફોન આવ્યો હતો કે, તારા ઘરમાં ચોરી થઈ હોવાનો પાડોશીનો ફોન આવ્યો છે. ઘેર આવીને તપાસ કરતા, 80 હજાર રોકડ રકમસ રીયલ ડાયમંડના દાગીના અને સોનાના દાગીના સહિત કુલ 6.80 લાખની ચોરી થઇ હતી. મકરપુરા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.

આ બાબતે દિલીપભાઈએ જણાવ્યું હતું કે, ચોરોએ ઘરના કબાટોને અને તિજોરીને નુક્શાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત કોઈ ફર્નિચરને નુક્શાન નથી કર્યું. જોકે ઘરના નીચેના બાથરૂમમાં લઘુશંકા કરી જતા રહ્યા હતા.

Share :

Leave a Comments