વડોદરામાં પીવાના પાણી મુદ્દે મહિલાઓએ પાલિકા કચેરી ખાતે ભાજપાના પોષ્ટર ઉપર માટલા ફોડી રોષ ઠાલવ્યો

કાળઝાળ ગરમીમાં શહેરના નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ..?!!

MailVadodara.com - In-Vadodara-women-lashed-out-at-BJP-posters-at-the-municipal-office-over-the-issue-of-drinking-water

- આમ આદમી પાર્ટીના કાર્યકરોની આગેવાનીમાં તુલસીવાડી વિસ્તારની મહિલાઓ માટલા લઇને કોર્પોરેશન વડી કચેરી ખાતે પહોંચી હતી

- પાણી માટે દાખવેલા આક્રમક મૂડને પગલે કોર્પોરેશનની કચેરીમાં ઉત્તેજના વ્યાપી


વડોદરા પાલિકા તંત્ર શહેરના નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ પુરવાર થયું છે ત્યારે પાણી માટે વલખાં મારી રહેલા કેટલાંક વિસ્તારના લોકો પાણીની ટાંકીઓ ખાતે તો કેટલાંક લોકો કોર્પોરેશનની વડી કચેરી ખાતે હલ્લાબોલ કરી પાણી માટે પોકારો કરી રહ્યા છે, પરંતુ પાલિકા દ્વારા નાગરિકોના પાણીનો પ્રશ્ન હલ કરવા માત્ર આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે.


વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારના રહીશો છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને વારંવારની તંત્રને રજુઆત કરવા છતાં તેમની સમસ્યાઓનું નીવારણ ના આવતા આજે મોટી સંખ્યામાં વિસ્તારની મહિલાઓ માટલા લઇને આમ આદમી પાર્ટીની આગેવાનીમાં કોર્પોરેશન વડી કચેરી ખાતે પહોંચ્યા હતા અને પાણીની માંગ સાથેના બેનરો-પોસ્ટરો સાથે હાયરે ભાજપા હાય હાય... પાણી આપો.. પાણી આપો... હાયરે કોર્પોરેશન હાય.. હાયના સુત્રોચ્ચાર સાથે તુલસીવાડીના સ્થાનિક રહીશો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ શાસક ભાજપાના વિશાળ પોષ્ટર ઉપર માટલા ફોડી રોષ ઠાલવ્યો હતો. પાણી માટે દાખવેલા આક્રમક મૂડને પગલે કોર્પોરેશનની કચેરીમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી.


વડોદરા પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા આવેલા તુલસીવાડી વિસ્તારના રહીશો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો મ્યુનિસિપલ કમિશનર હાજર ન હોઇ દરવાજા બહાર ધરણાં ઉપર બેસી ગયા હતા અને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર મ્યુનિસિપલ કમિશનરના દરવાજા ઉપર ચોંટાડવાનો પ્રયાસ કરવામાં આવતા તેમને સિક્યુરીટી દ્વારા રોકવામાં આવ્યા હતા.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં 150 જેટલા મકાનોમાાં રહેતા 500 ઉપરાંત લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. બે-ત્રણ દિવસે પાણી આવે છે, પરંતુ પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી. સ્થાનિક નગરસેવક પાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી.


આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન રામીએ જણાવ્યું હતું કે, છેલ્લા 28 વર્ષથી વડોદરા કોર્પોરેશનમાં ભાજપા સત્તામાં છે, તેમ છતાં વડોદરાના તુલસીવાડી વિસ્તાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. તુલસીવાડી વિસ્તારના લોકો છેલ્લા 27 વર્ષથી પાણી માટે વલખાં મારી રહ્યા છે, કોર્પોરેશનના સત્તાધિશો તુલસીવાડી સહિત શહેરના વિવિધ વિસ્તારોનો પાણીનો પ્રશ્ન હલ કરવામાં ધરાર નિષ્ફળ પુરવાર ગયું છે.

Share :

Leave a Comments