વડોદરામાં બાઈક લૂંટવાના ઇરાદે આધેડ પર હુમલો કરી ફરાર થયેલા સીકલીગર ગેંગના ત્રણ ઝડપાયા

લૂંટના ઇરાદે આવેલી ટોળકીને આધેડે પડકારતા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો

MailVadodara.com - In-Vadodara-three-of-the-absconding-Sikligar-gang-were-arrested-after-attacking-a-middle-aged-man-with-the-intention-of-robbing-a-bike

શહેરના કમલાનગર તળાવ નજીક લૂંટના ઈરાદે આવીને અરજદારને ઈજા પહોંચાડીને ફરાર થઈ ગયા હતા. લૂંટ કરનાર શખ્સ ફરિયાદીને જોઈ જતા હથિયાર કાઢીને ફરિયાદીને મારીને ભાગી ગયો હતો. બાદમાં ફરિયાદીએ નોંધાયેલી ફરિયાદ અનુસાર બાપોદ પોલીસે તપાસ કરતા લૂંટફાટ કરનાર ગેંગના 3 શખ્સને ઝડપી પાડ્યા હતા.

વડોદરા શહેરના આજવા રોડ સ્થિત કમલાનગર તળાવ નજીક આવેલી વ્રજધામ સોસાયટીમાં લૂંટારું ટોળકી ત્રાટકી હતી. આ ટોળકી સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલી બાઈક લુંટવાના ઇરાદે એક શખ્સ સ્ટેરીંગ લોક તોડવાની કોશિષ કરતો હતો. જાેકે લોક તોડવાના અવાજથી આધેડ જાગી ગયા અને મકાન માલિક સ્ટેરીંગ લોક તોડતા અટકાવવા માટે નાની લાકડી લઈ ઘરની બહાર આવ્યા હતા.


આ દરમિયાન બીજા બે ઇસમો ઘરથી થોડે દુર રોડની બાજુમાં ઉભા હતા. જેથી લોક તોડનાર ઇસમ ફરીયાદીને બહાર આવતા જોઈ એકદમ ઉશ્કેરાઇ ગયો અંતે તેની ગરદનની પાછળથી કંઈક  ગરદન પાછળથી ધારદાર હથિયાર કાઢી ફરીયાદીને માથામાં ડાબી બાજુ મારી જમીન ઉપર પાડીને ત્રણેય શખ્સ ફરાર થઇ ગયા હતા. જેની આધેડ દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અનુસંધાને બાપોદ પોલીસે સીકલીગર ગેંગના ત્રણ શખ્સને ઝડપી પાડ્યા છે. જેમાં 23 વર્ષિય દેવીસિંગ સેવાસીંગ સીકલીગર, (અકલકુવા જીલ્લો-નંદુરબાર મહારાષ્ટ્ર), 20 વર્ષિય ધનરાજસિંગ બહાદુરસિંગ સીકલીગર (અકલકુવા જીલ્લો-નંદુરબાર મહારાષ્ટ) અને 41 વર્ષિય લાખાનસિંગ મગનસિંગ સીકલીગર (આજવા રોડ વડોદરા શહેર)ને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે બાપોદ પોલીસ મથકના PI સી.પી. વાઘેલાએ જણાવ્યું હતું કે, ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ દરમિયાન 3 શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં આરોપી લાખાનસિગ વર્ષ 2017માં મકરપુરા પોલીસ મથકમાં ઘરફોડના ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. અન્ય 2 શખ્સ તેના સગા છે અને અહીં બોલાવ્યા હતા. આ શખ્સો બહાર કોઈપણ વ્યક્તિનું બાઇક ચોરી કરી લેતા હતા. બાદમાં ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા, જેથી પોલીસ તપાસ દરમિયાન બાઇક પણ અન્ય વ્યક્તિને નીકળે અને આરોપી પણ પકડાય નહીં તે રીતે ચોરી કરતા હતા.

Share :

Leave a Comments