વડોદરામાં ATMમાં સિનિયર સિટીઝનનું કાર્ડ બદલી ઠગે 50 હજાર ઉપાડી લીધા

ઘરે ગયા બાદ ખાતામાંથી 10 હજારના 5 ટ્રાન્જેક્શન થયાની જાણ થઇ હતી

MailVadodara.com - In-Vadodara-the-thief-changed-the-card-of-a-senior-citizen-and-withdrew-50000

- બેંકના એટીએમમાં પાછળથી આવેલા ગઠિયાએ નજર ચૂકવી મારું કાર્ડ લઈ લીધું હતું અને મશીનમાં પોતાનું કાર્ડ નાખી દીધું હતું

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયેલા સિનિયર સિટીઝનની નજર ચૂકવી એક ગઠીયાએ કાર્ડ બદલી રૂપિયા 50 હજાર ઉપાડી લીધા હોવાનો બનાવ બનતા પોલીસે ગુનો નોંધ્યો છે.

ગોત્રી વિસ્તારની ગોપીનાથ સોસાયટીમાં રહેતા અશોકભાઈ દેસાઈએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈ તા.26મી ફેબ્રુઆરીએ હું મારી મોટરસાયકલ રિપેર કરવા માટે ગયો હતો ત્યારે રૂપિયા 200ની જરૂર પડતાં મારા પુત્રના એટીએમ કાર્ડ મારફતે પશાભાઈ પાર્ક પાસે આવેલા આરબીએલ બેંકના એટીએમમાં ગયો હતો. આ વખતે મેં મશીનમાં કાર્ડ નાખ્યું તે દરમિયાન પાછળ કોઈ ગઠિયો આવી ગયો હતો અને તેણે મેં નાખેલો પાસવર્ડ જોઈ લીધો હતો. ત્યારબાદ મારા કાર્ડમાં પ્રોસેસ થતો નહીં હોવાથી ગઠિયાએ મારી નજર ચૂકવી મારું કાર્ડ લઈ લીધું હતું અને મશીનમાં પોતાનું કાર્ડ નાખી દીધું હતું.

આ દરમિયાન મારા પુત્રનો મારા પર ફોન આવ્યો હતો અને બેંકના ખાતામાંથી રૂપિયા 10,000ના પાંચ ટ્રાન્જેક્શન થયા હોવાની જાણ કરી હતી. હું એટીએમનું કાર્ડ લઈને ઘેર ગયો ત્યારે મારા પુત્રએ કાર્ડ તપાસતા આ કાર્ડ મારું નહીં હોવાનું જણાઈ આવ્યું હતું. ગોત્રી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments