- સડેલા બટાકા, ચણા અને પાણીપુરીની પુરીઓનો નાશ કરવામાં આવ્યો
વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઉચકી રહ્યો છે ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારમાં બનાવાતી પાણીપુરીના યુનિટો પર પાલિકા તંત્રની આરોગ્ય શાખા દ્વારા આજે સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દુષિત જણાયેલા એક હજાર લિટર જેટલા ચટાકેદાર પાણીપુરીના પાણીનો નાશ કરાયો હતો. ચોમાસાની ઋતુમાં શહેરમાં કોલેરા, ટાઈફોડ, ઝાડા ઉલટી ના કેસોમાં વધારો વારસિયા વિસ્તારમાં આવેલ તિવારીની ચાલ ખાતે પાણીપુરીની પુરીઓ બનાવતા ના ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં કોલેરા, ટાઈફોડ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેર વારસિયા વિસ્તારમાં આવેલ તિવારીની ચાલ ખાતે પાણીપુરીની પુરીઓ બનાવતા વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે અનહાઇજેનિક મટીરીયલનો નાશ કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોથી ટાઈફોડ કોલેરા કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરાનું આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના અનેક વિસ્તારોમાં પાણીપૂરીનું વેચાણ કરતાં વેપારીઓના ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે અનહાઇજેનિક મટીરીયલનો નાશ કરવામાં આવ્યો હતો અને ૧૦ દિવસ વેપાર બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત આજે વારસિયા વિસ્તારમાં આવેલ ત્રિકમજીની ચાલમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો જેમાં સડેલા બટાકા, ચણા અને પાણીપુરીની પુરીઓનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે વહેલી સવારથી જ શહેરના પૂર્વ વિસ્તારમાં ઉકાજીનું વાડિયું અને વારસિયા વિસ્તારમાં બનાવવામાં આવતી પાણીપુરીના યુનિટો પર પણ આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કથીત દૂષિત એક હજાર લિટર જેટલા ચટાકેદાર પાણીનો નાશ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સાંજ પડતા જ ઠેર ઠેર પાણીપુરીના ખુમચાવાળા વિવિધ વિસ્તારમાં ગોઠવાઈ જતા હોય છે જ્યાં પાણીપુરીના રસિયાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ જાય છે. પાણીપુરીના મસાલામાં વપરાતા બટાકા બગડેલા અને ફુગાયેલા ચણા કેટલાય ખુમચાવાળા વાપરતા હોવાની ફરિયાદો તંત્રના આરોગ્ય વિભાગને મળી હતી. છેલ્લા કેટલાય દિવસથી પાણીપુરીના ખુમચાવાળાના મસાલાનું ચેકિંગ આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરાયું હતું અને અનેક જગ્યાએથી બગડેલા બટાકા અને ફૂગવાળા ચણાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.