વડોદરામાં બેનર પ્રકરણમાં પોલીસે આપેલી નોટીસ મુદ્દે શહેર કોંગ્રેસ-પ્રમુખ પોલીસ મથકમાં હાજર થયા

વારસીયા પોલીસે ગઇકાલે કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશીને હાજર રહેવા નોટીસ પાઠવી હતી

MailVadodara.com - In-Vadodara-the-city-Congress-president-appeared-at-the-police-station-on-the-issue-of-the-notice-issued-by-the-police-in-the-banner-case

- શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ કહ્યુંઃ કોંગ્રેસે ક્યારેય અંધારામાં વિરોધ કર્યો નથી

- વડસર ખીસકોલી સર્કલ પાસે સી.એમ. અને શહેર પ્રમુખે વડોદરાનો વિકાસ કર્યો નથી, તેવા બેનરો લાગતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી


શહેરના હરણી રોડ ઉપર વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર અને રાજ્યના મુખ્યમંત્રી તેમજ શહેર પ્રમુખના વિરોધમાં વિકાસ લઇને લગાવવામાં આવેલા બેનરોમાં શહેર કોંગ્રેસ પ્રમુખનું નામ ખૂલતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગઈ છે. ગતરોજ વારસીયા પોલીસ મથક દ્વારા રૂત્વિજ જોશીને હાજર રહેવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી. જેનો જવાબ આપવા માટે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ હાત્માં ગાંધીજીના કટાઉટ અને કાર્યકરો સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયાં હતાં. અહીં કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, કોંગ્રેસે ક્યારેય અંધારામાં વિરોધ કર્યો નથી. અમે ખૂલ્લેઆમ જ વિરોધ કરીએ છીએ અને કરતા રહીશું. બેનર મામલે લગાવવામાં આવેલા આક્ષેપોને હું વખોડું છું. હરણી બોટકાંડમાં જવાબદાર સત્તાધિશોને પોલીસે એકવાર પણ પોલીસ સ્ટેશનમાં બોલાવ્યાં નથી. આ કોંગ્રેસને ડરાવવા માટેનો ભાજ૫નો રાજકીય ખેલ છે.

વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપાના ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું જ્યારથી નામ જાહેર થયું છે. ત્યારથી વડોદરા શહેર-જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના ઉમેદવાર સામે ભાજપાના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટ્રાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તે બાદ વડોદરા લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બે દિવસ પહેલાં શહેરના હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસે આવેલી વિવિધ સોસાયટીઓમાં વડોદરા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગ્યો હતા. જોકે, પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બેનરો લગાવનાર કોંગ્રેસના કાર્યકરો હરીશ ઉર્ફે હરી ઓડ, ધ્રુવિત વસાવા સહિત ત્રણની ચૂંટણી આચારસંહિતાના ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી અને તેઓની પૂછપરછ કરી હતી.


વારસીયા પોલીસ સંગમ ચાર રસ્તા વિસ્તારમાં બેનરો લગાવનાર હરીશ ઉર્ફ હરી ઓડની પૂછપરછ કરી રહી હતી. તેજ સમયે શહેરના વડસર ખીસકોલી સર્કલ પાસે સી.એમ. અને શહેર પ્રમુખે વડોદરાનો વિકાસ કર્યો નથી, તેવા બેનરો લાગતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. દિવસ દરમિયાન શહેરના રાજકારણમાં બેનર પ્રકરણ ચર્ચાનો વિષય રહ્યો હતો.

બીજી બાજુ શહેર પોલીસે બેનર પ્રકરણ અંગે જણાવ્યું હતું કે, સંગમ ચાર રસ્તા વિસ્તારમાં બેનરો લગાવનાર હરીશ ઉર્ફ હરી ઓડ, ધ્રુવિત વસાવાએ પોલીસ પૂછપરછમાં બેનરો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીની સૂચનાથી લગાવવાની કબુલાત કરી હતી. જેના આધારે ઋત્વિજ જોષીને તા.22 માર્ચના રોજ વારસીયા પોલીસ મથકમાં હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પોલીસ તરફથી નોટિસ મળતા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી આજે 11 કલાકે વારસીયા પોલીસ મથકમાં આવી પહોંચ્યા હતા. તેઓની પીઢ કોંગ્રેસી નેતા અને કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસ અગ્રણી ભીખાભાઈ રબારી, શહેર કોંગ્રેસ પ્રવક્તા વિશાલ પટેલ, કાઉન્સિલરો પુષ્પાબેન વાઘેલા, હરીશ પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.


વારસીયા પોલીસ મથકમાં હાજર થવા માટે આવી પહોંચેલા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, શહેરમાં લગાવવામાં આવેલા બેનરોમાં મારી ખોટી રીતે સંડોવણી કરવામાં આવી છે. આમ પણ બેનરો લગાવવો કોઇ ગુનો નથી. ભાજપ કોંગ્રેસને ખતમ કરવા માંગે છે, પરંતુ ભાજપનું સપનું ક્યારેય પૂરું થશે નહીં. ભાજપા ગમે તેટલા હાથકંડા અપનાવે કોંગ્રેસ ડરવાની નથી. જ્યાંજ્યાં વિરોધ કરવાનો હશે, ત્યાં વિરોધ કરતી રહેશે.

Share :

Leave a Comments